Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad-Mehsana વચ્ચે મુસાફરી થશે સુપર ફાસ્ટ! મુખ્યમંત્રીએ કરી 8-લેન હાઈવેની જાહેરાત

Vikas Sankalp Yatra: મહેસાણાના લિંચમાં 'વિકાસ સંકલ્પ યાત્રા' દરમિયાન CM ભૂપેન્દ્રભાઇ પટેલે 4 લાખ કરોડના બજેટ અને અમદાવાદ-મહેસાણા 8-લેન હાઈવે જેવી મહત્વની જાહેરાતો કરી હતી. તેમણે ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યાના ઉકેલ અને 10 લાખની મર્યાદાવાળા આયુષ્માન કાર્ડનો ઉલ્લેખ કર્યો હતો. પૂર્વ DyCM નીતિન પટેલે વિરોધી તત્વો સામે એકજુથ થઈને લડવા કાર્યકરોને હાકલ કરી હતી.
ahmedabad mehsana વચ્ચે મુસાફરી થશે સુપર ફાસ્ટ  મુખ્યમંત્રીએ કરી 8 લેન હાઈવેની જાહેરાત
Advertisement
  • Ahmedabad-Mehsana વચ્ચે મુસાફરી થશે સુપર ફાસ્ટ
  • લિંચ ખાતેથી વિકાસ સંકલ્પ યાત્રામાં CMનું નિવેદન
  • મુખ્યમંત્રીએ વિકાસ સંકલ્પ યાત્રામાં કરી 8-લેન હાઈવેની જાહેરાત
  • ઉત્તર ગુજરાતમાં પાણી અને માળખાગત સુવિધાઓનો વિકાસ
  • 500 મોટી કંપનીઓ માંથી 100 કંપનીઓ આપણાં ગુજરાતમાં આવેલી છે
  • ભારતીય જનતા પાર્ટી પ્રજા ના દુઃખ માં અને સુખમાં સાથે હંમેશા રહી છે
  • વિકસિત ભારતના સંકલ્પ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ

Ahmedabad Mehsana 8 Lane Highway : મહેસાણા (Mehsana) જિલ્લાના લિંચ (Linch) ખાતે આયોજિત 'વિકાસ સંકલ્પ યાત્રા' (Vikas Sankalp Yatra) માં મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્રભાઇ પટેલે હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કડી (Kadi) ખાતેથી ખૂબ જ સારી શરૂઆત થઈ છે, જ્યાં 28 જેટલા ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. તેમણે ઉમેર્યું કે ચૂંટણીમાં હંમેશા કામોનો હિસાબ આપવો પડે છે અને ભાજપે હંમેશા વિકાસના નક્કર કામો જનતા સમક્ષ મૂક્યા છે.

ઉત્તર ગુજરાતમાં પાણી અને માળખાગત સુવિધાઓનો વિકાસ

મુખ્યમંત્રીએ ભૂતકાળને યાદ કરતા કહ્યું કે એક સમયે ઉત્તર ગુજરાત (North Gujarat) પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરતું હતું, પરંતુ આજે નહેર (Canal) દ્વારા આ વિસ્તાર પાણીથી સમૃદ્ધ થયો છે. રાજ્ય સરકાર હવે 4 લાખ કરોડના બજેટ સાથે આગળ વધી રહી છે. વિકાસના વિઝન અંગે તેમણે કહ્યું કે, 'અમદાવાદ-મહેસાણા હાઈવે (Ahmedabad-Mehsana Highway) ને 8-લેન બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે, જે ગુજરાતનો સૌથી મોટો હાઈવે હશે.'

Advertisement

Advertisement

ખેડૂત કલ્યાણ અને આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ

ખેડૂતો (Farmers) ના હિતની વાત કરતા CMએ જણાવ્યું કે આજે અનેક યોજનાઓ ફોનના ટેરવે ઉપલબ્ધ છે. સરકારે દરેક ધારાસભ્યને ભૂગર્ભ જળસ્તર (Underground Water Level) સુધારવા માટે ખાસ ગ્રાન્ટ ફાળવી છે. આ ઉપરાંત, પ્રજાના સ્વાસ્થ્યની ચિંતા કરતા આયુષ્માન કાર્ડ (Ayushman Card) ની મર્યાદા વધારીને 10 લાખ  કરવામાં આવી છે. રોજગારી માટે વાઈબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે, જેમાં વિશ્વની 500 મોટી કંપનીઓમાંથી 100 કંપનીઓ આજે ગુજરાતમાં કાર્યરત છે.

'વિરોધી તત્વોનો વિનાશ ન થાય ત્યાં સુધી ઉત્સવ નહીં'

આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી (Former Dy CM) નીતિન પટેલે (Nitin Patel) સભા સ્થળેથી આક્રમક નિવેદન આપ્યું હતું. તેમણે કાર્યકરોને આહવાન કર્યું હતું કે અત્યારે ઉત્સવ મનાવવાનો સમય નથી, પરંતુ ભારત વિરોધી અને ગુજરાત વિરોધી તત્વોનો સફાયો ન થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની છે. તેમણે તમામ નાના-મોટા મતભેદો ભૂલીને કમર કસવા અને ભાજપના 100 ટકા ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી.

આ પણ વાંચો: પૂર્વ MLA Lalit Vasoya નો પલટવાર: 'પહેલા પોતાનું જુઓ પછી બીજાની વાત કરો'

Tags :
Advertisement

.

×