Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana Accident news: અકસ્માતમાં ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો ને ડ્રાઈવર અંદર જ ફસાયો!

Mehsana Accident news: મહેસાણા (Mehsana) જિલ્લાના ઊંઝા-મહેસાણા હાઈવે (Unjha-Mehsana Highway) પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર ઉભેલી એક ટ્રક પાછળ અન્ય એક ટ્રક ધડાકાભેર અથડાતા અકસ્માતની આ ઘટના બની હતી. આ અથડામણ એટલી પ્રચંડ હતી કે પાછળની ટ્રકના ચાલક કેબિનમાં જ ખરાબ રીતે ફસાઈ ગયા હતા.
mehsana accident news  અકસ્માતમાં ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો ને ડ્રાઈવર અંદર જ ફસાયો
Advertisement
  • Unjha-Mehsana Highway પર અકસ્માત
  • ઉભેલી ટ્રક પાછળ અન્ય ટ્રક ધડાકાભેર અથડાઈ
  • અકસ્માતમાં ટ્રક ચાલક કેબિનમાં ફસાઈ ગયો
  • ફાયર વિભાગે 2 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું
  • ભારે જહેમત બાદ ડ્રાઈવરને સહી-સલામત બચાવાયો

Mehsana Accident news: મહેસાણા (Mehsana) જિલ્લાના ઊંઝા-મહેસાણા હાઈવે (Unjha-Mehsana Highway) પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર ઉભેલી એક ટ્રક પાછળ અન્ય એક ટ્રક ધડાકાભેર અથડાતા અકસ્માતની આ ઘટના બની હતી. આ અથડામણ એટલી પ્રચંડ હતી કે પાછળની ટ્રકના ચાલક કેબિનમાં જ ખરાબ રીતે ફસાઈ ગયા હતા.

Unjha-Mehsana Highway પર અકસ્માત

ઊંઝા-મહેસાણા હાઈવે (Unjha-Mehsana Highway) પર જ્યારે એક ટ્રક ઉભેલી હતી, ત્યારે પાછળથી પૂરઝડપે આવતા અન્ય એક ખટારાએ તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને પગલે પાછળની ટ્રકનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો અને ડ્રાઈવર અખિલેશ મોહનલાલ યાદવ (ઉંમર 40 વર્ષ) લોખંડના પતરા અને કેબિનના ભાગો વચ્ચે જીવિત હાલતમાં ફસાઈ ગયા હતા.

Advertisement

Unjha Mehsana Highway Accident-Gujarat first

Advertisement

2 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન

ઘટનાની જાણ થતા જ ઊંઝા અને મહેસાણા ફાયર વિભાગ (Fire Department) ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ડ્રાઈવર કેબિનમાં એવી રીતે ફસાયા હતા કે તેમને કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ફાયર વિભાગના જવાનોએ ગેસ કટર અને અન્ય સાધનોની મદદથી અંદાજે 2 કલાક સુધી સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. અંતે ભારે જહેમત બાદ અખિલેશ યાદવને કેબિનમાંથી સહી-સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.

Unjha Mehsana Highway Accident-Gujarat first

સારવાર હેઠળ ચાલક

કેબિનમાંથી બહાર કાઢ્યા બાદ ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઊંઝા સિવિલ હોસ્પિટલ (Unjha Civil Hospital) ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેમની સ્થિતિ સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. હાઈવે પર થયેલા આ અકસ્માતને કારણે થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી, જોકે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

આ પણ વાંચો: PM Modi Gujarat Visit: આજથી PM Modi ગુજરાત પ્રવાસે, જાણો 2 દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ

Tags :
Advertisement

.

×