Dubai Flight Cancelled: ઇઝરાયલ-ઈરાન જંગ વચ્ચે ગુજરાતના અનેક પરિવારો અટવાયા, જાણો લેટેસ્ટ અપડેટ
- યુદ્ધને કારણે ફ્લાઇટ (Dubai Flight) રદ થતા અમદાવાદના 13 લોકો દુબઈમાં ફસાયા
- પાલનપુરનો પટેલ પરિવાર ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં દુબઈમાં ફસાયો
- મહેસાણાથી ફરવા ગયેલા 9 સિનિયર અને 4 યુવાનો દુબઈ અટવાયા
- યુદ્ધગ્રસ્ત દેશોમાંથી સ્વજનો સુરક્ષિત વતન પરત આવે તેવી પ્રાર્થના
- સરકાર દ્વારા ફસાયેલા ભારતીયોને વતન લાવવાના પ્રયાસો ચાલુ
- પરિવારના સભ્યોએ ગુજરાત ફર્સ્ટ પર પોતાની વેદના કહી
Dubai Flight Cancelled: મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા ઇઝરાયલ-ઈરાન યુદ્ધ (Israel-Iran War) ને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ (Dubai Flight) ખોરવાઈ ગઈ છે. આ તણાવની સૌથી મોટી અસર પ્રવાસ માટે ગયેલા ગુજરાતીઓ પર જોવા મળી રહી છે. અમદાવાદ (Ahmedabad) ના 13 લોકોનો એક સમૂહ હાલ દુબઈ (Dubai) માં ફસાઈ ગયો છે. આ પ્રવાસીઓ મૂળ મહેસાણા (Mehsana) ના વતની છે અને દુબઈ ફરવા ગયા હતા. જેમાં 9 સિનિયર સિટિઝન અને 4 યુવાનોનો સમાવેશ થાય છે. ફ્લાઇટ રદ થવાને કારણે તેઓ એરપોર્ટ પર અટવાયા છે. પરિવારજનોએ એમ્બેસી (Embassy) નો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી.
પાલનપુરના પટેલ પરિવારની સુરક્ષિત વતન વાપસી
બીજી તરફ, પાલનપુર (Palanpur) ના પટેલ પરિવાર (Patel Family) માટે રાહતના સમાચાર આવ્યા છે. આ પરિવાર પણ યુદ્ધના કારણે દુબઈમાં અટવાઈ ગયો હતો. ફ્લાઇટ્સ રદ (Dubai Flight) થતા તેઓ ચિંતામાં મુકાયા હતા, પરંતુ આખરે ફ્લાઇટ સેવાઓ આંશિક રીતે શરૂ થતા તેઓ સુરક્ષિત રીતે પાલનપુર પરત ફર્યા છે. પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેઓ વોટ્સએપ કોલિંગ (WhatsApp Calling) દ્વારા સતત સંપર્કમાં હતા અને ઘરે પહોંચતા જ સૌએ હાશકારો અનુભવ્યો છે.'
વલસાડના ઉમરગામના મરોલી ગામના લોકો ફસાયા ઈરાનમાં
ઇઝરાયલ ઈરાન યુદ્ધના કારણે ઈરાનમાં ફસાયા
વલસાડના 20થી 25 લોકો ફસાયા છે ઈરાનમાં
છેલ્લા 5 દિવસથી નથી થઈ રહ્યો સંપર્ક
પરિવારજનો સરકાર પાસે માગી રહ્યા છે મદદ#ValsadNews #Umargam #MaroliVillage #IndiansStrandedInIran #IranIsraelWar… pic.twitter.com/GMT4E8msdB— Gujarat First (@GujaratFirst) March 5, 2026
વલસાડના માછીમાર પરિવારોની કફોડી હાલત
દક્ષિણ ગુજરાતના વલસાડ (Valsad) જિલ્લામાં પણ આ યુદ્ધની ગંભીર અસર જોવા મળી રહી છે. ઉમરગામ (Umargam) ના મરોલી (Maroli) ગામના અનેક લોકો ઈરાન (Iran) અને અન્ય ખાડી દેશોમાં માછીમારી અને નોકરી માટે ગયા છે. ઈરાનમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા મરોલી ગામના અનેક શ્રમિકોનો સંપર્ક તૂટી ગયો છે. માછીમાર સમાજના પરિવારો પોતાના સ્વજનોની સલામતી માટે રાત-દિવસ પ્રાર્થના કરી રહ્યા છે.
સરકાર પાસે મદદની પોકાર
યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોના પરિવારોએ 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ન્યૂઝ ચેનલ સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી. મરોલી ગામના લોકોએ ભારત સરકાર (Government of India) ને વિનંતી કરી છે કે ખાડી દેશોમાં ફસાયેલા ભારતીયોને વહેલી તકે એરલિફ્ટ કરવામાં આવે. યુદ્ધની આ ગંભીર અસરથી ગુજરાતના અનેક ઘરોમાં હાલ ટેન્શનનું વાતાવરણ છે, અને દરેક વ્યક્તિ પોતાના વહાલા સોના સુરક્ષિત પરત આવે તેની રાહ જોઈ રહી છે.
આ પણ વાંચો: Iran Israel War: દુબઈમાં આકાશમાંથી મિસાઈલોનો વરસાદ: ફસાયા 50 ગુજરાતીઓ!


