Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Election Result 2026 : કમલમના પટાવાળા બની ગયા મહેસાણા મનપાના કોર્પોરેટર

Election Result 2026 : મહેસાણામાં ભગવો લહેરાયો, ભાજપે 52 માંથી 36 બેઠક જીતી, 4 જીત સાથે કોંગ્રેસનું પણ ખાતું ખૂલ્યું. આ ચૂંટણીમાં મહેસાણા મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડ અને 52 બેઠકો પર મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં વોર્ડ નંબર 6 માં સૌથી વધુ 68.91 ટકા અને વોર્ડ નંબર 12 માં 68.61 ટકા મતદાન થયું હતું, જ્યારે વોર્ડ નંબર 4 માં સૌથી ઓછું 49.69 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ચૂકી છે.
election result 2026   કમલમના પટાવાળા બની ગયા મહેસાણા મનપાના કોર્પોરેટર
Advertisement
  • Election Result 2026 માં મહેસાણામાં ભાજપનો ભગવો લહેરાયો
  • વોર્ડ 1, 2, 6, 7, 8, 10 , 11 ,12 માં ભાજપની પેનલની જીત
  • 52 બેઠકો પૈકી 5 બેઠકો બિનહરીફ થઈ હતી
  • 27 બેઠકો જીત સહિત 32 બેઠકો પર ભાજપની જીત
  • વોર્ડ નંબર 3 માં કોંગ્રેસની આખી પેનલનો વિજય

Election Result 2026 : મહેસાણા મહાનગરપાલિકામાં (nagarpalika) કુલ 13 વોર્ડ (ward) અને 52 બેઠકો છે. જેમાં અનુસૂચિત જાતિ માટે 3 (મહિલા 2) બેઠકો, અનુસૂચિત જનજાતિ માટે 1 (મહિલા 0) અને પછાત વર્ગ માટે 7 (તમામ 7 મહિલા માટે) બેઠકો અનામત છે. સામાન્ય વર્ગમાં 17 બેઠકો છે, જેમાં 15 બેઠકો મહિલાઓ માટે છે. આ ચૂંટણીમાં ભાજપ, આપ અને કોંગ્રેસનો ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો. હવે આજે બપોર સુધીમાં વાસ્તવિક ચિત્ર રજૂ થઈ જશે કે, મહેસાણાની જનતાને ભાજપ (bjp) પર વધુ ભરોષો હોવાની વાત સામે આવી છે.

મહેસાણા મહાનગરપાલિકામાં ભાજપ નો ભગવો લેહરાયો

મહેસાણાના વોર્ડ 1, 2, 6, 7, 8, 10 , 11 ,12 માં ભાજપની પેનલની જીત થઈ છે, 52 બેઠકો પૈકી 5 બિનહરીફ અને 27 બેઠકો જીત થઈ છે, મહેસાણામાં વોર્ડ નંબર 3મા કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. મહેસાણાના ઊંઝા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે જેમાં ઊંઝા તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠક છે અને ઊંઝા તાલુકા પંચાયતની 13 સીટો પર ભાજપનો વિજય થયો છે, અગાઉ 18 બેઠકો માંથી 5 બેઠકો થઈ હતી બિનહરીફ.

Advertisement

Election Result 2026 : બહુચરાજી નગરપાલિકા વોર્ડ નં 4 ભાજપની પેનલ વિજેતા

બહુચરાજી નગરપાલિકા વોર્ડ નં 4માં ભાજપની પેનલ વિજેતા થઈ છે, જગદીશભાઈ વાલ્મિકી, મનુભાઈ ઠાકોર, મિતલબેન ઠાકોર, સંશીબેન કાંગસિયાની જીત થઈ છે.

Advertisement

બહુચરાજી નગરપાલિકા વોર્ડ નં 4 ભાજપની પેનલ વિજેતા

બહુચરાજી નગરપાલિકા વોર્ડ નં 5માં ભાજપની પેનલ વિજેતા થઈ છે, અલ્પેશભાઈ પટેલ 978 મત, નરેન્દ્રભાઈ પટેલ 954 મત, કોકીલાબેન પટેલ 994 મત, પિંકલબેન ભરવાડને 1056 મત મળ્યા છે.

election gujarat first

બહુચરાજી તાલુકા પંચાયત

બહુચરાજીના મોટપ તાલુકા બેઠક પર ભાજપની જીત થઈ છે, ભાજપ - 1260, કોંગ્રેસ - 727, આપ - 562 બેઠકો મળી છે.

વિજાપુર તાલુકાપંચાયત ફુદેડા બેઠક પર ભાજપનો વિજય

લોકગાયિકા નેહા સુથારનો ભવ્ય વિજય થયો છે, 1390થી વધુ મતોથી વિજય થયો છે. મહેસાણામાં કમલમના પટાવાળા બની ગયા મનપાના કોર્પોરેટર અને મહેસાણા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 13 માં ભાજપની પેનલનો વિજય થયો છે. આ વોર્ડમાં ભાજપ કમલમના પટાવાળા રમેશભાઈ ભીલ હતા ભાજપના ઉમેદવાર.

બહુચરાજી નગરપાલિકા પર ભાજપનો કબજો

બહુચરાજી નગરપાલિકાના કુલ 6 વોર્ડમાં 24 બેઠકમાંથી 22 બેઠક પર ભાજપની જીત થઈ છે અને 2 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે.

મહેસાણા જિલ્લા પંચાયત

31 રાંતેજ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય
ઈશનબા વિરેન્દ્રસિંહ ઝાલા BJP= 11066
વસંતબા કનકસિંહ ઝાલા CONG= 5606
લીડ = 5460 BJP

આ પણ વાંચો : Gujarat Election: ગુજરાતમાં રદ થયેલી તાલુકા પંચાયતની બેઠકો પર પેટાચૂંટણી, 24 મેએ મતદાન

Tags :
Advertisement

.

×