Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

જાણિતી ગાયિકા Neha Suthar ને ભાજપે આપી ટિકિટ, વિજાપુરની આ બેઠક પરથી લડશે ચૂંટણી

ગુજરાતનાં જાણીતાં લોકગાયિકા અને સોશિયલ મીડિયા સ્ટાર નેહા સુથાર હવે રાજકારણમાં પ્રવેશ્યા છે. ભાજપે તેમને મહેસાણાની વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પરથી ટિકિટ આપી છે. 16 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેહાની લોકપ્રિયતાનો લાભ લેવા પક્ષે તેમને મેદાનમાં ઉતાર્યા છે. ફોર્મ ભરીને તેમણે કલાની સાથે જનસેવા કરવાની અને યુવા તેમજ મહિલા મતદારોને આકર્ષવાની કટિબદ્ધતા દર્શાવી છે.
જાણિતી ગાયિકા neha suthar ને ભાજપે આપી ટિકિટ  વિજાપુરની આ બેઠક પરથી લડશે ચૂંટણી
Advertisement
  • ભાજપે લોકપ્રિય સિંગર Neha Suthar ને આપી ટિકિટ
  • વિજાપુર તાલુકા પંચાયત પરથી આપી ટિકિટ
  • તાલુકા પંચાયતની ફુદેડા સીટ પર આપી ટિકિટ

Neha Suthar: ગુજરાતના જાણિતા ગાયિકા અને કલાકાર નેહા સુથારે હવે રાજકારણમાં રસ દાખવ્યો છે. ભાજપે નેહા સુથારને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections) લડવા ટિકિટ આપી છે. તેઓ વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા (Fudeda) બેઠક પરથી ચૂંટણી લડશે. આજે નેહા સુથાર (Neha Suthar) વિજાપુરમાં ફોર્મ ભર્યું છે. ટિકિટ મળતાં જ નેહા સુધારે ભાજપનો આભાર માન્યો છે.

neha sudhar_GujaratFirst 1

Advertisement

સોશિયલ મીડિયા સ્ટાર ભાજપને ભરોસે

ભાજપ દ્વારા આ વખતે રણનીતિમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો હોય તેમ જણાય છે. પક્ષે એવા ચહેરાઓને પ્રાધાન્ય આપ્યું છે જેઓ લોકપ્રિય હોય અને ખાસ કરીને યુવા પેઢી સાથે જોડાયેલા હોય. નેહા સુથાર એક પ્રખ્યાત લોકગાયિકા (Folk Singer), અભિનેત્રી અને પ્રભાવશાળી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર (Social Media Influencer) છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના 16 લાખ (1.6 મિલિયન) થી વધુ ફોલોઅર્સ છે. તેમની આ લોકચાહનાને મતમાં પરિવર્તિત કરવા માટે ભાજપે તેમને મહેસાણા જિલ્લાની વિજાપુર તાલુકા પંચાયતની કુડેદા બેઠક પરથી ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.

Advertisement

ઉત્તર ગુજરાતમાં લોકપ્રિયતા અને રાજકીય સમીકરણો

મહેસાણા જિલ્લાના વતની એવા નેહા સુથારે અનેક ગુજરાતી આલ્બમ્સ અને ગીતોમાં મોડેલ (Model) તરીકે કામ કર્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તેમનો મોટો ચાહક વર્ગ છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, મહિલા અને યુવા મતદારોને (Youth Voters) આકર્ષવા માટે નેહા સુથાર એક મજબૂત મહિલા ઉમેદવાર સાબિત થઈ શકે છે. ટિકિટ મળ્યા બાદ નેહા સુથારે પક્ષના નેતૃત્વનો આભાર માનતા જણાવ્યું હતું કે, તેઓ કલાની સાથે હવે જનસેવા કરવા માટે પણ કટિબદ્ધ છે.

neha sudhar_GujaratFirst 22

ચાહકોમાં ભારે ઉત્સાહ

આજે જ્યારે નેહા સુથારે ફોર્મ ભર્યું ત્યારે મોટી સંખ્યામાં સમર્થકો (Supporters) ઉમટી પડ્યા હતા. ગ્લેમર વર્લ્ડમાંથી રાજકારણની સફર શરૂ કરનાર આ કલાકારને જોવા માટે લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. સોશિયલ મીડિયા પર પણ તેમના ચાહકો તેમને આ નવી સફર માટે અભિનંદન (Congratulations) પાઠવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે, ડિજિટલ પ્લેટફોર્મ પર લાખોના દિલ જીતનાર નેહા સુથાર ચૂંટણીના મેદાનમાં જનતાનો વિશ્વાસ (Public Confidence) કેટલો જીતી શકે છે.

આ પણ વાંચોઃ જાણીતા ગુજરાતી સિંગર Rajal Rajal Barot બન્યા ભાજપના ઉમેદવાર, કયા વોર્ડમાંથી નોંધાવશે ઉમેદવારી?

Tags :
Advertisement

.

×