Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana માં FISS ની મીટિંગમાં મસાલા પાકોના ઉત્પાદનમાં ઘટાડાનો અંદાજ, બજાર પર કેવી થશે અસર ?

Mehsana: મસાલાના ગઢ ગણાતા ઉત્તર ગુજરાત અને ખાસ કરીને મહેસાણા (Mehsana) ના ખેડૂતો તેમજ વેપારીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઈસીસ સ્ટેકહોલ્ડર્સ (FISS) ની વાર્ષિક ક્રોપ મીટમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, આ વર્ષે મુખ્ય મસાલા પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો (Decrease in Spices Production) થવાનો અંદાજ છે.
mehsana માં fiss ની મીટિંગમાં મસાલા પાકોના ઉત્પાદનમાં ઘટાડાનો અંદાજ  બજાર પર કેવી થશે અસર
Advertisement
  • મહેસાણા (Mehsana) મસાલા પાકોના ઉત્પાદનમાં ઘટાડાનો અંદાજ
  • દાંતીવાડા યુનિવર્સિટી (Dantiwada University)ના સર્વેમાં ચોંકાવનારા આંકડા
  • ગયા વર્ષ કરતા તમામ મસાલા પાકોમાં ઘટાડો
  • FISS એન્યુઅલ મીટિંગમાં મસાલા ઉત્પાદન ઘટાડાના આંકડા

Mehsana: મસાલાના ગઢ ગણાતા ઉત્તર ગુજરાત અને ખાસ કરીને મહેસાણા (Mehsana) ના ખેડૂતો તેમજ વેપારીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઈસીસ સ્ટેકહોલ્ડર્સ (FISS) ની વાર્ષિક ક્રોપ મીટમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, આ વર્ષે મુખ્ય મસાલા પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો (Decrease in Spices Production) થવાનો અંદાજ છે. દાંતીવાડા એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી (Dantiwada Agricultural University) દ્વારા કરવામાં આવેલા વૈજ્ઞાનિક સર્વેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

Mehsana-Gujarat first

Advertisement

Mehsana માં FISS ની વાર્ષિક બેઠકમાં ઉત્પાદનના આંકડા જાહેર

ગઈકાલે યોજાયેલી FISS ની એન્યુઅલ મીટિંગમાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ સેમિનારમાં એક્સપર્ટ ટ્રેડર્સ અને કૃષિ નિષ્ણાતોએ મસાલા પાકોના ભાવિ અને ટેકનોલોજી પર ચર્ચા કરી હતી. સર્વે મુજબ, વાતાવરણમાં ફેરફાર અને અન્ય ટેકનિકલ કારણોસર તમામ મુખ્ય મસાલા પાકોમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે.

Advertisement

કયા પાકમાં કેટલો ઘટાડો?

જીરું (Cumin Seeds):જીરુંના ઉત્પાદનમાં 5% નો ઘટાડો નોંધાયો છે. આ વર્ષે અંદાજે 93 લાખ બોરી ઉત્પાદન થવાની શક્યતા છે.

વરિયાળી (Fennel Seeds): વરિયાળીમાં 10% નો ઘટાડો જોવા મળ્યો છે, જેનું ઉત્પાદન 18 લાખ બોરી રહેવાનો અંદાજ છે.

ધાણા (Coriander): ધાણાના પાકને સૌથી મોટો ફટકો પડ્યો છે. તેમાં 13% નો મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે કુલ ઉત્પાદન 96 લાખ બોરી આસપાસ રહેશે.

મેથી (Fenugreek): મેથીના ઉત્પાદનમાં પણ 11% નો ઘટાડો થયો છે, જે આશરે 15 લાખ બોરી રહેશે.

Mehsana-Gujarat first

બજાર પર અસર અને અછતનો ખતરો

FISS ના ચેરમેન તેજસ ગાંધીએ જણાવ્યું હતું કે, ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે આગામી સમયમાં મસાલાના ભાવમાં તેજી (Price Hike in Spices) જોવા મળી શકે છે. ગુજરાત અને રાજસ્થાનમાં મસાલા પાકોની અછત સર્જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે, જેની સીધી અસર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો પર પડશે.

આ પણ વાંચો :  Bhavnagar: Bhaguda Mogaldham ના દર્શને સંત Lalbapu! Studio on Wheels ના માધ્યમથી લોકોને કરી ખાસ અપીલ

Tags :
Advertisement

.

×