Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Becharaji Election: શ્રમિકના હાથમાં સત્તાની બાગડોર! બંગડી વેચતા સંશીબેન કાંગશિયા બન્યા કોર્પોરેટર

Becharaji Municipality Election:  મહેસાણા (Mehsana) જિલ્લાની બહુચરાજી નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભાજપે (BJP) શાનદાર દેખાવ કર્યો છે. વોર્ડ નંબર 4 માં ભાજપની આખેઆખી પેનલનો ભવ્ય વિજય થયો છે. આ જીતમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બંગડીઓ વેચીને ગુજરાન ચલાવતા સંશીબેન કાંગશિયા રહ્યા છે, જેઓ હવે સામાન્ય મહિલામાંથી નગરપાલિકાના સભ્ય (Councilor) બન્યા છે.
becharaji election  શ્રમિકના હાથમાં સત્તાની બાગડોર  બંગડી વેચતા સંશીબેન કાંગશિયા બન્યા કોર્પોરેટર
Advertisement
  • બહુચરાજી નગરપાલિકા (Becharaji Municipality )  વોર્ડ નંબર 4માં ભાજપનો કેસરિયો!
  • વોર્ડ નં 4માં ભાજપની આખેઆખી પેનલનો ભવ્ય વિજય
  • બંગડીઓ વેચતા સંશીબેન કાંગશિયા બન્યા નગરપાલિકાના સભ્ય
  • સામાન્ય પરિવારની મહિલા કોર્પોરેટર બનતા પંથકમાં ખુશીનો માહોલ
  • જગદીશભાઈ વાલ્મિકી અને મનુભાઈ ઠાકોરની શાનદાર જીત
  • મિતલબેન ઠાકોર સહિત ચારેય ઉમેદવારોનો ભવ્ય વિજય

Becharaji Municipality Election:  મહેસાણા (Mehsana) જિલ્લાની બહુચરાજી નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભાજપે (BJP) શાનદાર દેખાવ કર્યો છે. વોર્ડ નંબર 4 માં ભાજપની આખેઆખી પેનલનો ભવ્ય વિજય થયો છે. આ જીતમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બંગડીઓ વેચીને ગુજરાન ચલાવતા સંશીબેન કાંગશિયા રહ્યા છે, જેઓ હવે સામાન્ય મહિલામાંથી નગરપાલિકાના સભ્ય (Councilor) બન્યા છે.

Becharaji માં વોર્ડ નંબર 4 માં ભાજપનો ક્લીન સ્વીપ

વોર્ડ નંબર 4 માં ભાજપના ચારેય ઉમેદવારો જગદીશભાઈ વાલ્મિકી, મનુભાઈ ઠાકોર, મિતલબેન ઠાકોર અને સંશીબેન કાંગશિયાએ મતદારોનો વિશ્વાસ જીતવામાં સફળતા મેળવી છે.

Advertisement

શ્રમિક મહિલાની પ્રેરણાદાયી જીત

આ પરિણામમાં સૌથી નોંધપાત્ર બાબત સંશીબેન કાંગશિયાની જીત છે. સંશીબેન વર્ષોથી બહુચરાજી પંથકમાં બંગડીઓ વેચવાનું કામ કરે છે. એક સામાન્ય શ્રમિક અને ગરીબ પરિવારમાંથી આવતી મહિલાને ભાજપે ટિકિટ આપી મેદાને ઉતાર્યા હતા. જનતાએ પણ તેમને ઉમળકાભેર આવકારીને વિજયી બનાવ્યા છે. એક બંગડી વેચનાર મહિલા હવે નગરપાલિકાના સભાગૃહમાં બેસીને લોકોના પ્રશ્નો અને શહેરના વિકાસ (Development) માટે અવાજ ઉઠાવશે, જેની સમગ્ર મહેસાણા પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

Advertisement

પંથકમાં ખુશીનો માહોલ

આ વિજય (Victory) સાથે જ કાર્યકરોએ વિજય સરઘસ કાઢીને એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા. ખાસ કરીને સંશીબેન જેવી પાયાની કાર્યકરને પક્ષે ટિકિટ આપી અને જનતાએ તેમને સ્વીકાર્યા, તે લોકશાહીની સુંદરતા દર્શાવે છે. હવે આ સામાન્ય મહિલા કોર્પોરેટર બનીને નગરના વિકાસ કાર્યો (Development Works) માં કેવી રીતે સહભાગી બને છે તેના પર સૌની મીટ મંડાણી છે.

આ પણ વાંચો: Ahmedabad Election Data: 30,000 થી વધુ લોકોએ NOTA દબાવ્યું, કયા વોર્ડમાં સૌથી વધુ લોકોએ ઉમેદવારોને નકાર્યા?

Tags :
Advertisement

.

×