Mehsana: ઊંઝામાં નકલી વરિયાળીનો જથ્થો ઝડપાયો, ઉનાવાના શિવ ગંગા એસ્ટેટમાં ચાલતો હતો કારોબાર
ઊંઝામાં સામે આવેલી આ ઘટનાએ ગ્રાહકોને વિચારતા કરી દીધા છે. હલકી ગુણવત્તાની વરિયાળીને આકર્ષક લીલી બનાવવા માટે કેમિકલ કલરનો ઉપયોગ કરવામાં આવતો હતો. FDA દ્વારા 4766 કિલોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જેણે ભેળસેળના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
Advertisement
Mehsana Unjha Adulterated Fennel: ગુજરાતના મસાલાના હબ ગણાતા ઊંઝા (Unjha) શહેરમાંથી સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDA Gujarat) દ્વારા ઊંઝાના ઉનાવા (Unava) સ્થિત શિવ ગંગા એસ્ટેટ (Shiv Ganga Estate) માં કરવામાં આવેલી રેડ દરમિયાન મોટાપાયે ભેળસેળયુક્ત વરિયાળીનો જથ્થો પકડાયો છે.

