Gujarat Politics: આ ચૂંટણી જોયા જેવી થઈ! ગુજરાતના રાજકારણમાં ક્યારેય ન જોયા હોય તેવા અજબ-ગજબ ખેલ!
- ગુજરાતના રાજકારણ (Gujarat Politics) માં હાઈ-વોલ્ટેજ ડ્રામા
- એક જ ઉમેદવાર પાસે 3 પક્ષના મેન્ડેટનો અજીબોગરીબ કિસ્સો!
- ક્યાંક જેલમાંથી ઉમેદવારી તો ક્યાંક રસ્તા પર માથાકૂટ
- પટ્ટાવાળાથી લઈને સોશિયલ મીડિયા સ્ટાર સુધીની પસંદગી
- 3 કલાકમાં પક્ષપલટો અને ઘરવાપસીના કિસ્સા
Gujarat Politics: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Local Body Elections) અત્યંત રસાકસીભરી અને અજીબોગરીબ કિસ્સાઓથી ભરેલી સાબિત થઈ રહી છે. ટિકિટ ફાળવણીથી લઈને ફોર્મ ભરવાની પ્રક્રિયા સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એવી ઘટનાઓ સામે આવી છે જેણે રાજકીય વિશ્લેષકો અને જનતા બંનેને ચોંકાવી દીધા છે. ક્યાંક એક જ ઉમેદવાર પાસે ત્રણ પક્ષના મેન્ડેટ છે, તો ક્યાંક જેલમાંથી ચૂંટણી લડવાની તૈયારીઓ થઈ રહી છે. ભાજપ (BJP) દ્વારા આ વખતે 80 ટકા જેટલા નવા ચહેરાઓને તક આપીને મોટો પ્રયોગ કરવામાં આવ્યો છે, જ્યારે કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) માં આંતરિક જૂથવાદ અને અનોખા ઉમેદવારોની પસંદગી ચર્ચાનું કેન્દ્ર બની છે.
ગુજરાતના રાજકારણ (Gujarat Politics) માં હાઈ-વોલ્ટેજ ડ્રામા
ચૂંટણીના સૌથી આશ્ચર્યજનક કિસ્સાઓમાં દાહોદ (Dahod) જિલ્લાની ધાનપુર (Dhanpur) તાલુકાની પીપેરો (Pipero) જિલ્લા પંચાયત બેઠક મોખરે છે, જ્યાં ભારતસિંહ વાખળા (Bharatsinh Vakhala) નામના એક જ વ્યક્તિને ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષોએ મેન્ડેટ (Mandate) આપ્યા છે.
Sthanik Swaraj Election માં ઐતિહાસિક ઘટના । Gujarat First#Gujaratlocalbodyelections #Dahod #Politics #LocalBodyElection #Election2026 #PoliticalNews #GujaratPolitics #BJP #Congress #AAP #BreakingNews #gujaratfirst pic.twitter.com/Ke3VM6HhFv
— Gujarat First (@GujaratFirst) April 12, 2026
એક ઉમેદવારના નામે કોંગ્રેસ અને આપ બંનેના મેન્ડેટ રજૂ
આવો જ કિસ્સો અરવલ્લી (Aravalli) ના ધનસુરા (Dhansura) માં પણ જોવા મળ્યો છે, જ્યાં રમોશા (Ramosha) બેઠક પર ભીખુસિંહ અર્જૂનસિંહ ચૌહાણ (Bhikhusinh Arjunsinh Chauhan) ના નામે કોંગ્રેસ અને આપ બંનેના મેન્ડેટ રજૂ થયા છે.
ગણતરીના કલાકો પહેલા જ ત્રણ-ત્રણ પાર્ટીના ખેસ પહેરાયો
અનેક દાવેદારોએ તો ચૂંટણીના ગણતરીના કલાકો પહેલા જ ત્રણ-ત્રણ પાર્ટીના ખેસ પહેરીને રાજકીય વફાદારીના નવા સમીકરણો સર્જ્યા છે. જામનગરમાં પૂર્વ દંડક જડીબેન (Jadiben) ટિકિટ કપાતા BSP માં જોડાયા હતા, પરંતુ રિવાબા જાડેજા (Rivaba Jadeja) સાથેની મુલાકાત બાદ માત્ર 3 કલાકમાં જ ભાજપમાં ઘરવાપસી કરી હતી.
સોશિયલ મીડિયાની પ્રોફાઇલ જોઇને આપી ટિકિટ
એવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જેઓ સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવે છે.આ વખતે ભાજપ અને આપ બંનેએ ડિજિટલ માધ્યમોને વધુ મહત્વ આપ્યું છે, જેના કારણે પરંપરાગત નેતાઓને બદલે 'ડિજિટલ ફેસ' ને પ્રાધાન્ય મળ્યું છે. પક્ષો માને છે કે ઇન્ફ્લુએન્સરની લોકપ્રિયતાને કારણે 18 થી 25 વર્ષના યુવા મતદારોને સરળતાથી રીઝવી શકાશે.જો કે, વર્ષોથી પક્ષ માટે કામ કરતા પાયાના કાર્યકરોને બદલે સીધા સોશિયલ મીડિયા સ્ટાર્સને ટિકિટ અપાતા અનેક જગ્યાએ આંતરિક અસંતોષ પણ જોવા મળી રહ્યો છે.
નેહા સુથાર (Neha Suthar)
ઇન્સ્ટાગ્રામ પર 16 લાખ (1.6 મિલિયન) થી વધુ ફોલોઅર્સ ધરાવતી નેહા સુથાર અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે. ભાજપે તેમને મહેસાણા જિલ્લાની વિજાપુર તાલુકા પંચાયતની ફુડેડા બેઠક પરથી ટિકિટ આપી છે. તેઓ લોકગાયિકા અને અભિનેત્રી તરીકે ઉત્તર ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે.
રાજલ બારોટ (Rajal Barot)
જાણીતા લોકગાયક સ્વ. મણિરાજ બારોટની પુત્રી અને લોકપ્રિય સિંગર રાજલ બારોટને ભાજપે ઉના નગરપાલિકાના વોર્ડ નં. 7 માંથી ઉમેદવાર બનાવ્યા છે. યુટ્યુબ પર તેમના ગીતોના મિલિયન વ્યૂઝ છે અને યુવા વર્ગમાં તેમનો ક્રેઝ ઘણો વધારે છે.
સોના સિંહ (Sona Singh)
સુરતમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ દ્વારા જાણીતા બનેલા સોના સિંહને આમ આદમી પાર્ટી (AAP) એ વોર્ડ નંબર 29 (પાંડેસરા) માંથી ટિકિટ આપી છે. ફોર્મ ભરતી વખતે તેમણે "આમ આદમી પાર્ટી" ને બદલે ભૂલથી "આમ જનતા પાર્ટી" બોલતા તે વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે.
અંકિતા પરમાર (Ankita Parmar)
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતા પરમારને ભાજપે વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પરથી ટિકિટ આપી છે. તેમની પસંદગીને લઈને સ્થાનિક સ્તરે ભાજપમાં વિરોધ પણ જોવા મળ્યો છે, જે મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
સોનલ આહીર (Sonal Ahir)
પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરી સોનલ આહીરને પણ ભાજપે મહુવા પંથકની બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. તેઓ પણ સોશિયલ મીડિયા પર સક્રિય છે.
હરેશ મૈયાભાઈ ઝાપડા (Haresh Maiyabhai Zhapda)
જામનગર (Jamnagar) ની કાલાવડ (Kalavad) તાલુકાની ખંઢેરા (Khandhera) જિલ્લા પંચાયત સીટ પર ભાજપે 50 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતા સોશિયલ મીડિયા સ્ટાર હરેશ મૈયાભાઈ ઝાપડા (Haresh Maiyabhai Zhapda) ને મેદાનમાં ઉતાર્યા છે.
ભાજપે પક્ષના વફાદાર પટાવાળાને ટિકિટ આપી
મહેસાણા (Mehsana) માં ભાજપે પક્ષના વફાદાર પટાવાળા રમેશચંદ્ર ભીલ (Rameshchandra Bhil) ને વોર્ડ નંબર 13 માં ટિકિટ આપીને સૌને ચોંકાવ્યા છે, જ્યારે અમરેલી (Amreli) ના બગસરા (Bagasara) માં ભાજપે માત્ર 21 વર્ષની નર્સિંગની વિદ્યાર્થિની વિશ્વા નકુમ (Vishwa Nakum) પર પસંદગી ઉતારી છે.
જેલમાંથી ચૂંટણી લડવાના કિસ્સા
બીજી તરફ, જેલમાંથી ચૂંટણી લડવાના કિસ્સા પણ સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે બે ઉમેદવારોને જેલ (Jail) માંથી ઉતાર્યા છે, જોકે અમદાવાદના બહેરામપુરા (Behrampura) માં જેલમાંથી ફોર્મ ભરવા આવેલા તસ્લીમ આલમ (Taslim Alam) ને કોંગ્રેસે મેન્ડેટ ન આપતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસે અહીં છેલ્લી ઘડીએ કમરુદ્દીન પઠાણ (Kamruddin Pathan), હબીબ શેખ (Habib Sheikh), દીનાબેન પરમાર (Dinaben Parmar) અને ઝરીના રંગરેજ (Zarina Rangrej) ની પેનલ ઉતારી છે.
આ પણ વાંચો: Election: વોટિંગ વગર જ જીત! બાયડ અને ઊંઝામાં ભાજપે ગજવ્યું મેદાન, જાણો કઈ બેઠકો પર લહેરાયો ભગવો
ભાજપમાં પરિવારવાદ મુદ્દે ભારે ચર્ચા
વડોદરા (Vadodara) ભાજપમાં પરિવારવાદ મુદ્દે ભારે ચર્ચાઓ જાગી છે, જ્યાં પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિ (Dalsukh Prajapati) અને જીતેન્દ્ર સુખડિયા (Jitendra Sukhadia) ના પુત્રો સહિત નેતાઓના પરિવારના 8 સભ્યોને ટિકિટ અપાઈ છે. આમાં RSS ના પૂર્વ સંઘચાલકની પુત્રી અર્ચના (Archana), પરસોત્તમ હેમનાની (Parsottam Hemnani) ના પુત્ર પવન (Pavan) તેમજ પ્રવીણ પટેલ (Pravin Patel) અને રાજેશ આયરે (Rajesh Ayre) ના પરિવારોનો સમાવેશ થાય છે.
અનેક સ્થળે હિંસક દ્રશ્યો સર્જાયા
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અનેક સ્થળે હિંસક અને ડ્રામેટિક દ્રશ્યો પણ સર્જાયા હતા. સુરત (Surat) માં ગોપાલ ઇટાલિયા (Gopal Italia) ની હાજરીમાં ધિંગાણું થયું હતું, જ્યારે વડોદરાના સાવલી (Savli) માં ફોર્મ ભરવા જતી વખતે જૂથવાદને કારણે કાર્યકરોએ એકબીજાના માથા ફોડ્યા હતા. બનાસકાંઠાના કાંકરેજ (Kankrej) માં કોંગ્રેસના તાલુકા પ્રમુખની નારાજગીને કારણે ચાર બેઠકો પર કોઈને મેન્ડેટ જ ન ફાળવાયા હોવાનું સામે આવ્યું છે. ભાજપે મેન્ડેટ આપવા માટે કાર્યકરોને રાતભર ઉજાગરા કરાવ્યા હતા અને છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ જાળવી રાખીને અનેક જિલ્લાઓમાં નવા ચહેરાઓ સાથે પ્રયોગો કર્યા છે.
આ પણ વાંચો: ગુજરાતના રાજકારણમાં જે ક્યારેય નથી બન્યું તે Dahod માં થયું, જાણો શું છે આ મિસ્ટ્રી?


