Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kadi BJP Ticket: પૂર્વ DyCM અને ધારાસભ્ય વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ, ટિકિટ માટે કડીમાં કેસરીયો પક્ષ આંતરિક વિખવાદમાં ફસાયો

મહેસાણા જિલ્લાના કડી નગરપાલિકાના ચૂંટણી જંગ પૂર્વે જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ થતા જ પક્ષ બે ભાગમાં વહેંચાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા વચ્ચે પોતાના સમર્થકોને ટિકિટ અપાવવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. આ આંતરિક કલહ હવે ચાર દીવાલોની બહાર નીકળીને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પહોંચી ગયો છે..
kadi bjp ticket  પૂર્વ dycm અને ધારાસભ્ય વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ  ટિકિટ માટે કડીમાં કેસરીયો પક્ષ આંતરિક વિખવાદમાં ફસાયો
Advertisement
  • Kadi BJP Ticket: ડિજિટલ વોર અને રાજકીય દાવપેચ
  • કડી પાલિકામાં 'નવા ચહેરા'ના નામે જૂના જોગીઓ સામસામે
  • ભ્રષ્ટાચારની પોસ્ટ્સ વાયરલ કરી એકબીજાના પત્તાં કાપવાની રમત!
  • નીતિન પટેલ અને રાજેન્દ્ર ચાવડાના સમર્થકો વચ્ચે ટિકિટની તલવારબાજી
  • શું કડી ભાજપમાં ભંગાણ પડશે?

Kadi BJP Ticket: મહેસાણાના રાજકારણનું (Politics) એપીસેન્ટર ગણાતા કડી પંથકમાં અત્યારે લોકશાહીના પર્વ પૂર્વે જ 'ઘરનો ઝઘડો' શેરીએ ચડ્યો છે. કડી નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટેની હોડ હવે માત્ર બેઠકો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે પ્રતિષ્ઠાના જંગમાં (Battle of Prestige) ફેરવાઈ ગઈ છે. ભાજપના બે દિગ્ગજ નેતાઓ વચ્ચેના ગજગ્રાહે પક્ષના શિસ્તના લીરેલીરા ઉડાવ્યા છે, જેમાં સોશિયલ મીડિયા હવે હથિયાર (Weapon) બની ગયું છે. ભ્રષ્ટાચારના આક્ષેપો અને આંતરિક ખેંચતાણ વચ્ચે જે રીતે પોસ્ટ વાયરલ થઈ રહી છે, તેણે કડી ભાજપના સંગઠનમાં રહેલી મોટી તિરાડ ખુલ્લી પાડી દીધી છે. સત્તાનું સુકાન પોતાના હસ્તક રાખવા માટે ખેલાઈ રહેલો આ 'ખરાખરીનો ખેલ' હવે કયા વળાંકે પહોંચશે તેના પર આખા જિલ્લાની નજર મંડાયેલી છે.

Kadi BJP Ticket_GUJARAT_FIRST

Advertisement

Kadi BJP Ticket: સોશિયલ મીડિયા પર આક્ષેપબાજી

કડીના રાજકીય આકાશમાં અત્યારે ડિજિટલ યુદ્ધ (Digital War) છેડાયું છે. સોશિયલ મીડિયા પર કેટલીક એવી પોસ્ટ વાયરલ (Viral Post) થઈ રહી છે જેમાં નગરપાલિકાના ચાલુ વહીવટમાં થયેલા કથિત ભ્રષ્ટાચારના (Corruption) ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. બંને જૂથો એકબીજાના ઉમેદવારોને પછાડવા માટે પાયાવિહોણા અને આક્રમક મેસેજો વહેતા કરી રહ્યા છે. આ પ્રકારની પોસ્ટના કારણે સામાન્ય જનતામાં પણ પક્ષની છબી ખરડાઈ રહી છે. ખાસ કરીને વહીવટી પારદર્શિતા સામે સવાલો ઉઠાવતી આ પોસ્ટ્સે ચૂંટણી પૂર્વે જ ગરમાવો વધારી દીધો છે.

Advertisement

આ પણ વાંચો----- Jamnagar: સંજય કાબરીયા અને વૃદ્ધ વચ્ચેની લડાઈમાં જાહેર મર્યાદા નેવે મુકાઈ, અપશબ્દો સાંભળી રાહદારીઓ સ્તબ્ધ!

Kadi BJP Ticket: નવા ચહેરાઓ વિરુદ્ધ જૂના જોગીઓ

આ વખતની ચૂંટણીમાં કડી નગરપાલિકાનું સુકાન (Leadership) નવા ચહેરાઓને સોંપવા માટે એક પક્ષ સક્રિય પ્રયાસ (Active Efforts) કરી રહ્યો છે. જ્યારે બીજો પક્ષ પોતાના અનુભવી અને વફાદાર સમર્થકોને ફરીથી સ્થાપિત કરવા માટે મક્કમ (Firm) છે. પૂર્વ ડેપ્યુટી સીએમ અને ધારાસભ્ય બંને ઈચ્છે છે કે, પાલિકામાં તેમના જ જૂથના ઉમેદવારોનું વર્ચસ્વ રહે. સત્તાના આ ખેલમાં પક્ષના હાઈકમાન્ડ માટે બંને નેતાઓને સંતુષ્ટ કરવા એ એક મોટો પડકાર (Challenge) બની રહ્યો છે. નવા લોહીને તક આપવી કે જૂના વિશ્વાસુઓને જાળવી રાખવા તે મુદ્દે ભારે મનોમંથન ચાલી રહ્યું છે.

Kadi BJP Ticket: કોના આશીર્વાદ ફળશે?

કડી નગરપાલિકાની આ ચૂંટણીમાં આ વખતે ખરાખરીનો જંગ (Fierce Battle) જોવા મળવાના પૂરેપૂરા સંકેતો છે. પક્ષના આંતરિક વિખવાદનો (Internal Conflict) ફાયદો વિરોધ પક્ષો ઉઠાવે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે અંતિમ સમયે કડી પાલિકાના ઉમેદવારોની યાદીમાં કોના આશીર્વાદ (Blessings) ફળે છે અને કયું જૂથ ટિકિટ મેળવવામાં સફળ રહે છે. નીતિન પટેલનું વજન પડશે કે, રાજેન્દ્ર ચાવડાની રણનીતિ કામ કરી જશે, તે તો આવનારો સમય જ બતાવશે. જોકે, હાલની સ્થિતિએ કડી ભાજપમાં 'ઘરના જ ઘાતકી' જેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો----- Aravalli: અરવલ્લીના રાજકારણમાં IPSનો ધડાકો, વર્દી ઉતારી મનોજ નિનામા પહેરશે ભાજપનો કેસરીયો ખેસ!

 

Tags :
Advertisement

.

×