Kadi Crime News: કડી બની રહ્યું છે ક્રાઈમ સિટી, એક જ અઠવાડિયામાં ત્રીજી હત્યા, સમગ્ર પંથકમાં ફફડાટ
કડી પંથકમાં એક સપ્તાહના ટૂંકા ગાળામાં ત્રણ હત્યાની ઘટનાઓ બનતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છવાયો છે. બલાસર ગામની સીમમાં યુવકની કરપીણ હત્યાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ગુનાખોરીનો આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં પોલીસની કામગીરી અને સુરક્ષાને લઈને ભારે રોષ અને ભય જોવા મળી રહ્યો છે.
Advertisement
Kadi Crime News: મહેસાણાના કડી પંથકમાં છેલ્લા એક સપ્તાહમાં બનેલી ગુનાહિત ઘટનાઓએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે. એક અઠવાડિયામાં જ ત્રીજી હત્યાની ઘટના બની છે. સતત વધતી હત્યાની ઘટનાથી કડી ક્રાઈમ સિટી તરીકે ચર્ચાઈ રહ્યું છે. વાત એમ છે કે, કડીના બલાસર ગામની સીમમાં એક યુવકની નિર્મમ હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે. ગુલાબ ફેક્ટરીની સામે આવેલા કાચા રસ્તા પરથી મૃતદેહ મળતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. અજાણ્યા ઈસમોએ ઘાતક હથિયારોનો ઉપયોગ કરીને આ ઘટનાને અંજામ આપ્યો છે.

