Ground Report: કડી બંધ! મોડી રાત્રે 9 ઇંચ વરસાદથી અંડરપાસ ડૂબ્યો, હાઈવે પર 1 કિમી લાંબો જામ
Kadi Rain Ground Report: કડી (Kadi) માં મોડી રાત્રે પડેલા 9 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અંડરપાસ બંધ થતાં કડી-થોળ હાઈવે પર 1 કિમી લાંબો ટ્રાફિક જામ થયો હતો. કરણનગર રોડ અને ગુરુદેવ સોસાયટી બેટમાં ફેરવાતા નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે.
Advertisement
Kadi Rain Ground Report: કડી (Kadi) શહેરમાં ગત મોડી રાત્રિ દરમિયાન કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો. કડાકા-ભડાકા સાથે ખાબકેલા 9 ઇંચ જેટલા અતિભારે વરસાદના કારણે સમગ્ર કડી પંથક પાણી-પાણી થઈ ગયું છે. મુશળધાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને કડીની ગુરુદેવ સોસાયટી (Gurudev Society) અને સુવર્ણ પેલેસ સોસાયટી (Suvarn Palace Society) ની બહારનો સમગ્ર વિસ્તાર બેટ (Island) માં ફેરવાઈ ગયો હતો. આ સોસાયટીઓના અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિક રહીશોને ઘરવખરી બચાવવા માટે ભારે દોડધામ કરવી પડી હતી.

