Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

કડીમાં લોહીના આંસુએ રડાવે તેવી ઘટના, ગરીબી અને લાચારી વચ્ચે JCB ના ટાયર નીચે કચડાયું બાળપણ

Kalyanpura Road Incident: કડીના (Kadi) કલ્યાણપુરા રોડ (Kalyanpura Road) પર માર્ગ નિર્માણ દરમિયાન રોડની સાઈડમાં સૂતેલા શ્રમિકોના બે બાળકો પર જેસીબી (JCB) મશીન ફરી વળતા બંનેના કરુણ મોત નીપજ્યા છે. શિવશક્તિ જીનિંગ પાસે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. કડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કડીમાં લોહીના આંસુએ રડાવે તેવી ઘટના  ગરીબી અને લાચારી વચ્ચે jcb ના ટાયર નીચે કચડાયું બાળપણ
Advertisement
  • કડીના કલ્યાણપુરા રોડ ઉપર JCB એ સર્જ્યો અકસ્માત
  • ફૂટપાથ પર સૂતા બે બાળકો પર જેસીબી ફરી વળ્યું
  • બંને બાળકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત
  • બાળકોને નજર સામે ગુમાવતા પરિવારમાં ભારે આક્રંદ
  • કડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી

JCB Accident Kadi: મહેસાણા (Mehsana) જિલ્લાના કડી (Kadi) તાલુકાના કલ્યાણપુરા રોડ (Kalyanpura Road) પર ગઈકાલે રાત્રે લોહીના આંસુએ રડાવે તેવી ઘટના બની હતી. દિવસભર આકરો પરસેવો પાડીને રોડ બનાવતા શ્રમિકો (Laborers) ક્યાં જાણતા હતા કે જે માર્ગ તેઓ બનાવી રહ્યા છે, એ જ માર્ગ તેમના વહાલસોયાના અંતિમ શ્વાસનું કારણ બનશે. શિવશક્તિ જીનિંગ (Shivshakti Ginning) ની સામે ખુલ્લા આકાશ નીચે મીઠી નિદ્રામાં પોઢેલા બે ફૂલ જેવા માસૂમ બાળકો પર લોખંડી જેસીબી (JCB) મશીન ફરી વળ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાળકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

ગરીબી અને લાચારી વચ્ચે કચડાયું બાળપણ

શ્રમિકોના આ બાળકો માટે રસ્તો જ ઘર અને રસ્તો જ રમતનું મેદાન હતું. રાત્રિના સમયે જ્યારે આખું શહેર ઘસઘસાટ ઊંઘતું હતું, ત્યારે આ બે માસૂમો પણ કદાચ આવતીકાલના સોનેરી સપના જોતા હશે. પરંતુ પૂરપાટ ઝડપે અને બેદરકારીથી ચાલતા જેસીબીના ચાલકે અંધારામાં સૂતેલા આ દેવદૂતોને જોયા નહીં. માસૂમ બાળકોની ચીસ આસપાસના વિસ્તારમાં ગુંજી ઉઠી, પણ કાળ બનીને આવેલા મશીને તેમને સંભાળવાનો મોકો પણ ન આપ્યો. પોતાના વહાલસોયા બાળકોને નજર સામે ગુમાવતા પરિવારમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો.

Advertisement

Advertisement

જેસીબી ચાલક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી શરૂ

ઘટનાની ગંભીરતા જોતા કડી પોલીસ (Kadi Police Station) નો કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો. લોખંડી મશીન નીચે કચડાયેલા નિર્દોષ બાળકોના મૃતદેહને જોઈ કઠણ હૃદયના પોલીસકર્મીઓની આંખ પણ ભીની થઈ ગઈ હતી. પોલીસે બાળકોને પોસ્ટમોર્ટમ (Post-mortem) માટે મોકલીને જેસીબી ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ પ્રશ્ન એ ઉભો થાય છે કે, શું આ માત્ર અકસ્માત છે? માર્ગ નિર્માણના કામમાં લાગેલી એજન્સીએ ત્યાં રહેતા શ્રમિક પરિવારોની સુરક્ષા માટે પૂરતા પ્રકાશ કે બેરિકેડ્સની વ્યવસ્થા કેમ નહોતી કરી?

સ્થાનિકોમાં રોષ

આ અકસ્માતે ફરી એકવાર શ્રમિકોની સુરક્ષા અને માર્ગ નિર્માણ દરમિયાન રખાતી બેદરકારીને ખુલ્લી પાડી દીધી છે. જેસીબી ચાલકની એક ક્ષણની બેદરકારીએ એક હસતા-રમતા પરિવારનો માળો પીંખી નાખ્યો. સમગ્ર કડી પંથકમાં આ ઘટનાને લઈને ભારે અરેરાટી અને શોકની લહેર પ્રસરી ગઈ છે.

આ પણ વાંચો: Bhavnagar-Ahmedabad Highway પર હિટ એન્ડ રનની ઘટના: દર્શન કરવા જઈ રહેલા પદયાત્રીનું મોત!

Advertisement

.

×