Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kadi માં માનવતા લજાઈ, માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, નરાધમે વીડિયો વાયરલ કર્યો

મહેસાણાના કડીમાં એક નિર્દોષ બાળકની જિંદગી સાથે રમત રમનાર નરાધમની કરતૂતથી આખું ગુજરાત સ્તબ્ધ છે. ખેતરમાં બનેલી આ ઘટનામાં માત્ર શારીરિક અત્યાચાર જ નહીં, પણ ડિજિટલ ક્રૂરતાની તમામ હદો વટાવી દેવામાં આવી છે. શું લાલચ અને ભયના ઓથાર હેઠળ દબાયેલી આ સત્ય હકીકત પાછળ કોઈ મોટું કાવતરું છે?
kadi માં માનવતા લજાઈ  માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય  નરાધમે વીડિયો વાયરલ કર્યો
Advertisement
  • મહેસાણાના Kadi માં 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
  • નરાધમ શ્લોક લુહાર બાળકને લલચાવી ખેતરમાં લઈ ગયો
  • ખેતરમાં લઈ જઈ માસૂમ સાથે આચર્યું શરમજનક કૃત્ય
  • નરાધમે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ
  • કડી પોલીસ સ્ટેશનમાં આરોપી શ્લોક લુહાર સામે ગુનો દાખલ
  • પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમની ધરપકડ કરી જેલભેગો કર્યો

મહેસાણા જિલ્લાના કડી (Kadi) તાલુકામાં એક હૃદયદ્રાવક અને સમાજને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં એક 8 વર્ષના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય (Unnatural Sex) આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આટલું જ નહીં, આરોપીએ આ નિંદનીય ઘટનાનો વીડિયો (Video) પણ ઉતાર્યો હતો અને તેને સોશિયલ મીડિયા (Social Media) પર વહેતો કરી દીધો હતો.

આરોપીએ માસૂમ સાથે શરમજનક કૃત્ય આચર્યું

મળતી વિગતો અનુસાર, કડીમાં રહેતા શ્લોક લુહાર (Shlok Luhar) નામના નરાધમે 8 વર્ષના બાળકને લલચાવી-ફોસલાવીને એક અવાવરુ ખેતરમાં લઈ ગયો હતો. ખેતરના એકાંતનો લાભ ઉઠાવી આરોપીએ માસૂમ સાથે શરમજનક કૃત્ય આચર્યું હતું. જ્યારે બાળક પીડાથી કણસી રહ્યું હતું, ત્યારે આ પાશવી માનસિકતા ધરાવતા આરોપીએ તેનો મોબાઈલમાં વીડિયો શૂટ કર્યો હતો. આ ઘટનાની ગંભીરતા ત્યારે વધી જ્યારે આરોપીએ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ (Viral) કર્યો, જેનાથી પીડિત બાળક અને તેના પરિવારની મુશ્કેલીઓમાં વધારો થયો હતો.

Advertisement

Advertisement

Kadi: વીડિયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર

વીડિયો વાયરલ થતાં અને ઘટનાની જાણ થતાં જ સમગ્ર પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પીડિતના પરિવારે તાત્કાલિક કડી પોલીસ સ્ટેશન (Kadi Police Station) નો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલે આરોપી શ્લોક લુહાર વિરુદ્ધ કડક કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની અટકાયત કરી છે. પોલીસ હાલ આ બાબતની તપાસ કરી રહી છે કે શું આરોપીએ અગાઉ પણ આવા કૃત્યો આચર્યા છે કે કેમ. આ ઘટનાએ ફરી એકવાર બાળકોની સુરક્ષા અને સોશિયલ મીડિયાના દુરુપયોગ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો: Dhandhuka: MLA કાળુભાઈ ડાભી, સાધુ-સંતોએ પીડિત પરિવારની મુલાકાત આપી ન્યાયની ખાતરી

Tags :
Advertisement

.

×