Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana News : કડીમાં રસ્તા પર ફરી વળ્યા ગટરના પાણી, નગરપાલિકાની અણધડ કામગીરીથી લોકોમાં રોષ,જુઓ Video

Kadi News : મહેસાણા જિલ્લાના કડી શહેરમાં ચોમાસા પહેલા જ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. કડીના જાણીતા થોળ રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી ગટરના દૂષિત પાણી રસ્તા પર પાણી ફરી વળતા નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
mehsana news   કડીમાં રસ્તા પર ફરી વળ્યા ગટરના પાણી  નગરપાલિકાની અણધડ કામગીરીથી લોકોમાં રોષ જુઓ video
Advertisement

Mehsana News : મહેસાણા જિલ્લાના કડી શહેરમાં ચોમાસા પહેલા જ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. કડીના જાણીતા થોળ રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી ગટરના દૂષિત પાણી રસ્તા પર પાણી ફરી વળતા નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Mehsana News : થોળ રોડ પર ગટરના પાણી ફરી વળ્યા

ઉલ્લેખનીય છે કે આ સમસ્યાની ગંભીરતા ત્યાં વધી જાય છે જ્યારે આ ગટરના ગંદા પાણી સ્થાનિક હનુમાનજી મંદિરના પટાંગણમાં પણ ભરાઈ ગયા છે. જેના કારણે મંદિરમાં આવતા ભાવિ ભક્તોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મંદિર પરિસરમાં ગટરના પાણીના કારણે ભારે દુર્ગંધ (Foul Smell) ફેલાઈ રહી છે, જેના લીધે દર્શનાર્થીઓ અને ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

Advertisement

હનુમાનજી મંદિરના પટાંગણમાં  ફરી વળ્યા ગટરના પાણી !

મહત્વનું છે કે સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા (Municipality) તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. રસ્તાઓ પર ફરી વળેલા આ પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની અને રોગચાળો ફેલાવાની ભીતિ પણ સેવાઈ રહી છે. જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે આ ગટરના પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

બીજી તરફ ગટરના પાણી સતત બહાર ઉભરાઈ આવતા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો રોગચાળો ફેલાશે તો તેનું જવાબદાર કોણ ? જેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.

આ પણ વાંચો : Rain Forecast : કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી ! જાણો ક્યારે અને ક્યાં પડશે વરસાદ

Tags :
Advertisement

.

×