'છોકરો અમારે ત્યાં 200 રૂપિયામાં બક્ષીસ વીણવા આવતો', Singer Kajal Maheriya ની માતાનો ધડાકો!
- Kajal Maheriya Marriage Controversy: માતા શારદાબેનનું નિવેદન
- "દીકરીને પરત લેવા જતા શેરથા ગામે અપમાનિત કરાયા"
- "સામેવાળો છોકરો અમારે ત્યાં 200 રૂપિયામાં બક્ષીસ વીણવા આવતો"
Singer Kajal Maheriya Marriage Controversy: મહેસાણાની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા (Kajal Maheriya )ના લગ્નને લઈને ચાલી રહેલો વિવાદ હવે ઉગ્ર બન્યો છે. તાજેતરમાં કાજલ મહેરિયાની માતા શારદાબેન મહેરિયાએ એક ચોંકાવનારું નિવેદન (Shocking Statement) આપીને આ વિવાદમાં નવો વળાંક લાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આ લગ્ન પાછળ મોટું કાવતરું (Conspiracy) ઘડવામાં આવ્યું છે.
Kajal Maheriya ના પરિવાર સાથે ગેરવર્તણૂક!
શારદાબેને જણાવ્યું હતું કે, જ્યારે પરિવાર અને સમાજના અગ્રણીઓ દીકરીને પરત લેવા માટે ગાંધીનગરના શેરથા (Shertha) ગામે ગયા હતા, ત્યારે ત્યાં પરિસ્થિતિ તંગ બની હતી. માતાના જણાવ્યા મુજબ, શેરથા ગામે દીકરીની માંગણી કરતા પરિવારજનોને સન્માન આપવાને બદલે ઉશ્કેરની કરીને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે પરિવારમાં ભારે રોષ (Resentment) જોવા મળી રહ્યો છે.
ગાયિકા Kajal Maheriya ના માતા Shardaben નું ચોંકાવનારું નિવેદન; ''200 રૂપિયાની બક્ષીસ વીણવા આવતો મારી દિકરી આવા સાથે લગ્ન ન કરે''#KajalMaheriya #Shardaben #GujaratiSinger #GujaratNews #SherthaVillage #Controversy #EntertainmentNews #BreakingNews #GujaratiMusic #NewsUpdate pic.twitter.com/pVgSWmbkj5
— Gujarat First (@GujaratFirst) April 20, 2026
યુવકની આર્થિક સ્થિતિ અને માતાનો દાવો
માતાએ યુવક અંગે વાત કરતા કહ્યું કે, જે છોકરા સાથે કાજલના લગ્નની વાતો થઈ રહી છે, તે છોકરો અગાઉ તેમના ઘરે માત્ર 200 રૂપિયામાં બક્ષીસ વીણવા માટે આવતો હતો. શારદાબેને દાવો કર્યો હતો કે તેમની દીકરી આવા છોકરા સાથે ક્યારેય લગ્ન ન કરી શકે.
પૈસા પડાવવાની ગેમ અને ન્યાયની અપીલ
શારદાબેને આક્ષેપ કર્યો છે કે સામેવાળો પરિવાર માત્ર પૈસા પડાવવા માટે આ પ્રકારની રમત રમી રહ્યો છે. આ એક પૂર્વનિયોજિત કાવતરું હોવાનું તેમણે જણાવ્યું છે. અંતમાં તેમણે દલિત સમાજ (Dalit Community) અને અઢારે આલમને આ મામલે મધ્યસ્થી કરી ન્યાય (Justice) અપાવવા અને યોગ્ય રસ્તો કાઢવા માટે અપીલ કરી છે. આ વિવાદ હવે સામાજિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચોઃ 'બેવફા સોન્ગની ક્વીન' Kajal Mehriya નો લગ્ન વિવાદ સામે આવ્યો! પરિવારની જાણ બહાર લગ્ન કર્યા?


