Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

'યુવાનો ગેંગસ્ટર બનવાના રવાડે ચઢી રહ્યા છે' પાટીદાર યુવાનોને Lalji Patel ની ટકોર

પાટીદાર નેતા લાલજી પટેલે યુવાનોમાં વધતી જતી ગુનાખોરી અને ગેંગસ્ટર (Gangster) બનવાના ક્રેઝ સામે લાલબત્તી ધરી છે. તેમણે સટ્ટા અને દારૂના કેસમાં યુવાનોના નામ આવતા ચિંતા વ્યક્ત કરી હતી અને માત્ર સામાજિક મેળાવડા કરવાને બદલે યુવાનોને સરકારી ભરતી (Government Recruitment) તરફ વળવા અને કારકિર્દી બનાવવા માટે સચોટ માર્ગદર્શન આપ્યું હતું.
 યુવાનો ગેંગસ્ટર બનવાના રવાડે ચઢી રહ્યા છે  પાટીદાર યુવાનોને lalji patel ની ટકોર
Advertisement
  • પાટીદાર સમાજના યુવાનોને લઇ Lalji Patel નું મોટું નિવેદન
  • યુવાનો ગેંગસ્ટર બનવાના રવાડે ચઢી રહ્યા છે: લાલજી પટેલ
  • ફિલ્મો જોઇને યુવાનો ખોટા રસ્તે જઇ રહ્યા છે: લાલજી પટેલ

Lalji Patel Statement: પાટીદાર સમાજના અગ્રણી નેતા લાલજી પટેલે (Lalji Patel) તાજેતરમાં એક સામાજિક સંમેલન દરમિયાન સમાજના યુવાનોની વર્તમાન સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે યુવાનોને ખોટા રસ્તે જતાં રોકવા અને કારકિર્દી પર ધ્યાન આપવા માટે ટકોર કરી હતી.

Lalji Patel Statement: ગુનાખોરી અને ગેંગસ્ટર સંસ્કૃતિનો વધતો પ્રભાવ

લાલજી પટેલે જણાવ્યું હતું કે, આજનો યુવાન ફિલ્મો (Movies) અને સોશિયલ મીડિયાના પ્રભાવમાં આવીને ગેંગસ્ટર (Gangster) બનવાના ખોટા રવાડે ચઢી રહ્યો છે.  સમાજના યુવાનોનું નામ હવે સટ્ટાબાજી (Betting) અને દારૂ (Liquor) જેવા ગેરકાયદેસર કેસોમાં આવી રહ્યું છે, જે અત્યંત દુઃખદ બાબત છે.

Advertisement

Lalji Patel Statement: સામાજિક જવાબદારી અને જાગૃતિ

તેમણે વધુમાં ઉમેર્યું કે, "આપણે જ્યારે સામાજિક સંમેલનો (Social Conventions) કરીએ છીએ, ત્યારે તેનો હેતુ માત્ર સાથે મળીને જમવાનો (Dining) નથી હોતો. આ સંમેલનોનો મુખ્ય હેતુ સમાજની નબળાઈઓને દૂર કરી નવી દિશા આપવાનો છે." યુવાનો જે રીતે ગુનાખોરી તરફ વળી રહ્યા છે તે જોતા શરીરમાં ધ્રુજારી (Trembling) આવી જાય છે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.

Advertisement

શિક્ષણ અને સરકારી ભરતી પર ભાર

લાલજી પટેલે પાટીદાર યુવાનોને આહવાન કર્યું હતું કે, તેઓ નકારાત્મક પ્રવૃત્તિઓ છોડીને શિક્ષણ (Education) અને સરકારી નોકરીઓ (Government Jobs) તરફ ધ્યાન કેન્દ્રિત કરે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ ભરતીઓમાં પાટીદાર યુવાનો વધુમાં વધુ ફોર્મ (Forms) ભરે અને વહીવટી તંત્રમાં પોતાનું સ્થાન બનાવે તે સમયની માંગ છે.

લાલજી પટેલના નિવેદનનું પાટીદારના અગ્રણીઓએ પણ સમર્થન કર્યું છે.

આ પણ વાંચોઃ Mehsana: ગૌહત્યા કેસમાં પકડાયેલા 4 આરોપીનું અલદેસણ ગામે રી-કન્સ્ટ્રક્શન કરાયું

Tags :
Advertisement

.

×