Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mahesana : પાલાવાસણા ગામમાં વાડીએથી ચાલતી શાળા, ખુલ્લામાં ભણવાની મજબૂરી

શાળા ભવન માટેની જમીનની દરખાસ્ત હજુ પણ જિલ્લા કક્ષાએ પ્રક્રિયા હેઠળ છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમમાં મૂકતી આ પ્રકિયા પાંચ વર્ષથી અધૂરી છે. હવે પ્રશાસન પર દબાણ વધતું દેખાઈ રહ્યું છે કે ,ક્યારે આ સુવિધા પૂર્ણ થશે અને બાળકોને યોગ્ય શૈક્ષણિક માહોલ મળશે તે હવે જોવું રહ્યું.
mahesana   પાલાવાસણા ગામમાં વાડીએથી ચાલતી શાળા  ખુલ્લામાં ભણવાની મજબૂરી
Advertisement
  • પાલાવાસણા ગામની શાળાને મકાન જ નહીં
  • વિદ્યાર્થીઓ જમીન પર બેસીને પરીક્ષા આપે
  • વાડીમાં ચાલે છે સરકારી શાળા
  • 200 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં
  • કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ આપી પરીક્ષા
  • DEO દ્વારા તપાસના આદેશ અપાયા
  • ગુજરાતના શિક્ષણ મોડેલ પર સવાલ

Mahesana : મહેસાણાના પાલાવાસણા ગામમાંથી સામે આવેલા દ્રશ્યો શિક્ષણ વ્યવસ્થાની વરવી હકીકત જણાવી રહ્યા છે. વિતેલા પાંચ વર્ષથી હાઈસ્કૂલનું મકાન નથી, અને બોર્ડના વિદ્યાર્થીઓને ખુલ્લા મેદાનમાં પરીક્ષા આપવી પડી રહી છે. આ હકીકત સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સ્વેટર-મફરલ સાથે રાખવું પડે તેવી ઠંડી પડી રહી છે. તેવા સમયે વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણવા અને પરીક્ષા આપવા મજબૂર બન્યા છે. જે ખરેખર ચિંતાનજક છે.

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

પ્રસંગો દરમિયાન તકલીફ વધે

પાલાવાસણા ગામમાં આવેલી શાળામાં ધોરણ 9 થી 12ના અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણવા માટે મજબૂર છે. છેલ્લા પાંચ વર્ષથી શાળાનું મકાન નથી, પરિણામે વાડીમાં કામચલાઉ શાળા ચલાવી રહ્યા છે. વાડીમાં ચાલતી શાળામાં બોર્ડની પ્રિલિમિનરી પરીક્ષાઓ દરમિયાન, લગ્ન પ્રસંગો અને સુવિધા અભાવને કારણે વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં જમીન પર બેસીને પરીક્ષા આપવી પડી રહી છે.

Advertisement

આ પણ વાંચો ------- ગુજરાતમાં ભ્રષ્ટાચારની 'કટકી' : શહેરોથી ગામડાઓ સુધી વિસ્તરી રહેલી બેદરકારી-અધિકારીઓની ગોબાચારી

Advertisement

ખળભળાટ મચી ગયો

વિદ્યાર્થીઓમાં ભણવાની ધગશ વચ્ચે શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. બાળકોને પ્રાથમિક સુવિધા માટે હાલ 147 થી વધુ વિદ્યાર્થીઓ વલખાં મારી રહ્યા છે. આ મામલો સામે આવતા જ ખળભળાટ મચી જવા પામ્યો છે, આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી બી.એન. પટેલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

હવે પ્રશાસન પર દબાણ

સુત્રોના જણાવ્યા અનુસાર, શાળા ભવન માટેની જમીનની દરખાસ્ત હજુ પણ જિલ્લા કક્ષાએ પ્રક્રિયા હેઠળ છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમમાં મૂકતી આ પ્રકિયા પાંચ વર્ષથી અધૂરી છે. હવે પ્રશાસન પર દબાણ વધતું દેખાઈ રહ્યું છે કે ,ક્યારે આ સુવિધા પૂર્ણ થશે અને બાળકોને યોગ્ય શૈક્ષણિક માહોલ મળશે તે હવે જોવું રહ્યું.

આ પણ વાંચો ------  Kutch : લખપત તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો : નારાયણ સરોવર, છેર, વર્માનગર, કોરિયાણીમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ચિંતા

Tags :
Advertisement

.

×