Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana Accident: રોંગ સાઈડમાં આવતી બસે ટ્રકને ફંગોળી, 2 ના મોત, 13 ઘાયલ

Mehsana Accident: મહેસાણા-રાજસ્થાન હાઈવે (Mehsana- Rajasthan Highway) પર ગત મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મોટી દાઉ ગામ નજીક રોંગ સાઈડમાં (Wrong Side) ધસી આવેલી એક ખાનગી લક્ઝરી બસે ટ્રકને જોરદાર ટક્કર મારતા બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 13 થી વધુ મુસાફરો ઘાયલ (Injured) થયા છે.
mehsana accident  રોંગ સાઈડમાં આવતી બસે ટ્રકને ફંગોળી  2 ના મોત  13 ઘાયલ
Advertisement
  • Mehsana માં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત
  • બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2ના મોત, 13 ઘાયલ
  • રોંગ સાઈડમાં આવતી બસે ટ્રકને મારી ટક્કર
  • રાજપીપળાથી ટ્રક રાજસ્થાનના જોધપુર જતી હતી

Mehsana Accident: મહેસાણા-રાજસ્થાન હાઈવે (Mehsana- Rajasthan Highway) પર ગત મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મોટી દાઉ ગામ નજીક રોંગ સાઈડમાં (Wrong Side) ધસી આવેલી એક ખાનગી લક્ઝરી બસે ટ્રકને જોરદાર ટક્કર મારતા બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 13 થી વધુ મુસાફરો ઘાયલ (Injured) થયા હોવાની વિગતો સામે આવી રહી છે.

મહેસાણા (Mehsana) માં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના રાજપીપળાથી કેળા ભરીને એક ટ્રક રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહી હતી. રાત્રે અંદાજે ૩ વાગ્યાના સુમારે જ્યારે આ ટ્રક મહેસાણાના મોટી દાઉ પાસે પહોંચી, ત્યારે અમદાવાદ તરફ જતી એક લક્ઝરી બસ અચાનક રોંગ સાઈડમાં ધસી આવી હતી. બસની રફ્તાર એટલી તેજ હતી કે તે ડિવાઈડર (Divider) કૂદીને સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે બસ ટ્રકને અથડાયા બાદ રોડની સાઈડમાં આવેલી ઝાડીઓમાં (Bushes) ઘૂસી ગઈ હતી.

Advertisement

Advertisement

અકસ્માતમાં 2 ના મોત અને 13 ઘાયલ

આ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે બસમાં સવાર અન્ય 13 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરી હતી.

ટ્રક ડ્રાઈવરની જુબાની

ટ્રકના ડ્રાઈવર તુલસીરામે સમગ્ર ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, બસ ચાલકે અચાનક રોંગ સાઈડમાં આવીને ટ્રકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી અને આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા.

આ પણ વાંચો: DJ ના કારણે સમાજની આબરૂ નહોતી રહેતી, હવે આવ્યો મોટો સુધારો: Geniben Thakor નું મોટું નિવેદન!

Tags :
Advertisement

.

×