Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Mehsana : લગ્ન પતાવી ઘરે પરત ફરતા જ રસ્તામાં કાળ ભેટ્યો! ઉનાવા નજીક ભયાનક અકસ્માતમાં 5 ના મોત, 6 ને ઇજા

Mehsana : ઉત્તર ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. આજે (21 ફેબ્રુઆરી) વહેલી સવારે ઊંઝા-મહેસાણા હાઈવે (Unjha-Mehsana Highway) પર ઉનાવા પાસે હોટલ કોમફી (Hotel Comfy) સામે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો.
mehsana   લગ્ન પતાવી ઘરે પરત ફરતા જ રસ્તામાં કાળ ભેટ્યો  ઉનાવા નજીક ભયાનક અકસ્માતમાં 5 ના મોત  6 ને ઇજા
Advertisement
  • ઊંઝા-મહેસાણા હાઈવે (Unjha-Mehsana Highway)  પર કાળમુખો અકસ્માત
  • વહેલી સવારે ઉનાવા પાસે ડિવાઈડર સાથે અથડાઈ ઇકો કાર
  • રાજસ્થાનથી લગ્ન પતાવી પરત ફરતા અમદાવાદના કુમાવત પરિવારને નડ્યો અકસ્માત
  • અકસ્માતમાં 5 ના મોત, 6 લોકો હોસ્પિટલમાં દાખલ

Mehsana : ઉત્તર ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. આજે (21 ફેબ્રુઆરી) વહેલી સવારે ઊંઝા-મહેસાણા હાઈવે (Unjha-Mehsana Highway) પર ઉનાવા પાસે હોટલ કોમફી (Hotel Comfy) સામે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાન (Rajasthan)માં લગ્ન પ્રસંગ પતાવીને અમદાવાદ (Ahmedabad) પરત ફરી રહેલા કુમાવત પરિવાર (Kumavat Family)ની ઇકો ગાડી (Eco Car) ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા પરિવારના 5 સભ્યોએ જીવ ગુમાવ્યા છે.

Mehsana ના ઉનાવા પાસે ઇકો કારનો ભયાનક અકસ્માત

મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના પાલી (Pali) જિલ્લાના ભાવનગરના વતની અને હાલ અમદાવાદના રામોલ (Ramol) વિસ્તારમાં રહેતો પરિવાર રાજસ્થાનમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઇકો ગાડીમાં પરત ફરી રહ્યો હતો. આ મુસાફરી દરમિયાન ઉનાવા નજીક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઘટનાસ્થળે જ ચીસાચીસ મચી ગઈ હતી.

Advertisement

Mahesana Accident- Gujarat first

Advertisement

મૃતકો અને ઇજાગ્રસ્તોની વિગત

આ ઘટનામાં પિતા-પુત્ર, એક મહિલા અને એક માસૂમ બાળક સહિત કુલ 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે મંથરાદેવી (Manthradevi) નામના વૃદ્ધાનું મહેસાણા સિવિલ હોસ્પિટલ (Mehsana Civil Hospital)માં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જેનાથી કુલ મૃત્યુઆંક 5 પર પહોંચ્યો છે.

મૃતકોના નામ:

1. રામલાલ લખાજી કુમાવત
2. કોમલ મદનલાલ કુમાવત
3. કૈલાશભાઈ રામલાલ કુમાવત
4. એક માસૂમ બાળક
5. મંથરાદેવી - સારવાર દરમિયાન મોત

Mahesana Accident- Gujarat first

ઇજાગ્રસ્તો (સારવાર હેઠળ):

આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત કુલ 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં મદનસિંહ કુમાવત , નશ્રભાઈ, જમનીબેન , પકલી દેવી, રાકેશ અને મમતાબેનનો સમાવેશ થાય છે.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ ઉનાવા પોલીસ (Unava Police)નો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ (Post-mortem) માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે પૂર્વવત કરાવ્યો હતો. લગ્નની ખુશીમાં ગરકાવ પરિવારમાં આ અણધાર્યા આઘાતથી શોકનું મોજું ફરી વળ્યું છે.ટ

આ પણ વાંચો: Studio on Wheels: શિક્ષકથી ગ્રીન એમ્બેસેડર સુધીની સફર, 30 વર્ષમાં 50 હજાર વૃક્ષોનું વાવેતર, Mansangji Solanki સાથે વિશેષ સંવાદ

Tags :
Advertisement

.

×