Mehsana: અગોલ ગામમાં ફરી નોટોનો વરસાદ! લોકોએ લેવા કરી પડાપડી, વીડિયો વાયરલ
- Mehsana ના અગોલ ગામમાં ફરી એકવાર નોટોનો વરસાદ
- તાલુકા સદસ્યના ભત્રીજાના વરઘોડામાં નોટોનો વરસાદ
- નોટો મેળવવા માટે યુવકો અને બાળકો વચ્ચે હોબાળો મચ્યો
Mehsana Agol Village Video Viral: મહેસાણા જિલ્લાના કડી (Kadi) તાલુકાના અગોલ (Agol) ગામમાં ફરી એકવાર રુપિયાના પ્રદર્શનનો નજારો જોવા મળ્યો છે. અહીં એક ખતના પ્રસંગ નિમિત્તે નીકળેલા વરઘોડામાં આકાશમાંથી ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો.આરોપ છે કે ભાજપના (BJP) તાલુકા પંચાયત સદસ્ય ઝૂલેખાબેન ઇદરેશભાઈ (Zulekhaben Idreshbhai) ના ભત્રીજાના આ પ્રસંગમાં ગ્રામજનો અને મહેમાનોની હાજરીમાં લાખોની ચલણી નોટો હવામાં ઉડાડવામાં આવી હતી.
Mehsana: ગામમાં શોરબકોર મચી ગયો
પ્રાપ્ત માહિતી અનુસાર આ ભવ્ય વરઘોડો જ્યારે અગોલ ગામના મુખ્ય ચોક (Main Square) માં પહોંચ્યો, ત્યારે મકાનોની છત પરથી ચલણી નોટોનો વરસાદ શરૂ કરવામાં આવ્યો હતો. ડીજેના (DJ) તાલે ઝૂમતા લોકો વચ્ચે નોટો ઉડતા જ આખા વાતાવરણમાં શોરબકોર મચી ગયો હતો.
નોટો મેળવવા માટે પડાપડી
જેવી નોટો હવામાં ઉડવાનું શરૂ થયું, કે તરત જ નીચે ઉભેલા સ્થાનિક યુવકો અને બાળકોમાં નોટો ઝડપી લેવા માટે પડાપડી (Stampede-like situation) થઈ હતી. મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકો એકબીજા પર પડતા જોવા મળ્યા હતા, જેના કારણે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ માહોલમાં અનેક લોકોએ ગજવામાં નોટો ભરી હતી, જ્યારે રસ્તા પર પડેલી નોટો વીણવા માટે પડાપડીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. હાલ આ ઘટના વિવાદસ્પદ બની છે.
અગોલ ગામનો અગાઉ પણ વીડિયો વાયરલ થયો હતો
નોંધનીય છે કે, અગોલ (Agol) ગામ અગાઉ પણ આવા નોટોના વરસાદ માટે ચર્ચાનું કેન્દ્ર બની ચૂક્યું છે. ભૂતકાળમાં પણ એક પરિવારમાં યોજાયેલા લગ્ન પ્રસંગોમાં આવી જ રીતે લાખોની નોટો ઉડાડવામાં આવી હતી. હાલમાં આ તાજી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. લોકો આ ઘટનાને લઈને મિશ્ર પ્રતિભાવો આપી રહ્યા છે; કેટલાક તેને રજવાડી ઠાઠ ગણાવી રહ્યા છે તો કેટલાક તેને નાણાંનો બગાડ ગણાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Mahesana: ધાબા પરથી નોટોનો વરસાદ! કડીમાં લગ્ન પ્રસંગે પૈસા લૂંટવા લોકો જીવના જોખમે પતરા પર ચડ્યા
આ પણ વાંચોઃ Mehsana: ગૌહત્યા કેસમાં પકડાયેલા 4 આરોપીનું અલદેસણ ગામે રી-કન્સ્ટ્રક્શન કરાયું


