Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana Accident: બહુચર માના મેળામાં જતા સંઘને નડ્યો ભયાનક અકસ્માત, શ્રદ્ધાળુઓ કચડાયા

Mehsana Becharaji Road Accident: મહેસાણા (Mehsana) જિલ્લાના બહુચરાજી (Becharaji) પાસે આવેલા નવા દેલવાડા (Nava Delwada) નજીક મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ચૈત્રી પૂનમના મેળામાં મા બહુચરના દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓના સંઘને એક આઈસર ટ્રક (Truck) ચાલકે અડફેટે લેતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
mehsana accident  બહુચર માના મેળામાં જતા સંઘને નડ્યો ભયાનક અકસ્માત  શ્રદ્ધાળુઓ કચડાયા
Advertisement
  • મહેસાણા (Mehsana)  માં ટ્રકની અડફેટે 2 પદયાત્રીઓના મોત
  • બહુચરાજીના નવા દેલવાડા પાસે સર્જાયો અકસ્માત
  • ચૈત્રી પૂનમના મેળામાં જતા સંઘને ટ્રકે અડફેટે લીધા
  • અકસ્માતમાં 8 પદયાત્રીઓ ઝપટે ચડ્યા, 2ના મોત

Mehsana Becharaji Road Accident: મહેસાણા (Mehsana) જિલ્લાના બહુચરાજી (Becharaji) પાસે આવેલા નવા દેલવાડા (Nava Delwada) નજીક મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ચૈત્રી પૂનમના મેળામાં મા બહુચરના દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓના સંઘને એક આઈસર ટ્રક (Truck) ચાલકે અડફેટે લેતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મહેસાણા (Mehsana) જિલ્લાના બહુચરાજી પાસે મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત

સિદ્ધપુર તાલુકાના ધનાવાડા (Dhanavada) ગામનો પદયાત્રી સંઘ પગપાળા મા બહુચરના ધામે જઈ રહ્યો હતો. ચૈત્રી પૂનમના પવિત્ર અવસરે સંઘમાં ઉત્સાહનો માહોલ હતો, પરંતુ કાળમુખા ટ્રકે પદયાત્રીઓને કચડતા ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો.

Advertisement

આ પણ વાંચો: Navsari ના વિજલપોરમાં બીમારી મટાડવાની લાલચે ધર્મ પરિવર્તનનો પ્રયાસ? હિન્દુ સંગઠનોના હાથમાં લાગ્યા મોટા પુરાવા!

Advertisement

આઇસર ટ્રકચાલક એ 8 પદયાત્રીઓને અડફેટે લીધા

આ અકસ્માતમાં કુલ 8 પદયાત્રીઓ ટ્રકની ઝપટે ચડ્યા હતા. જેમાં ગંભીર ઈજાઓ થવાને કારણે 2 પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 6 પદયાત્રીઓ પૈકી 5 પદયાત્રીઓની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા 5 પદયાત્રીઓને વધુ સારવાર માટે ધારપુર (Dharpur) સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસે કાર્યવાહી હાથ ધરી

મોડી રાત્રે અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, અકસ્માત સર્જી ફરાર થયેલા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ (Investigation) હાથ ધરી છે.

 આ પણ વાંચો:  Rajkot માં PSI થી મિસ ફાયરિંગ, રિવોલ્વર સાફ કરતા છૂટી ગોળી, PSI અને મહિલા લોહીલુહાણ

Tags :
Advertisement

.

×