Mehsana: ભાજપના નેતા ધૂણ્યા તો થયો રુપિયા અને ફૂલોનો વરસાદ! વીડિયો થયો વાયરલ
- Mehsana ભાજપના નેતાનો ધૂણતો વીડિયો વાયરલ
- જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રીનો વીડિયો વાયરલ
- રાવળ દેવેન્દ્રભાઈનો ધૂણતો વીડિયો વાયરલ થયો
Mehsana BJP Leader Viral Video: મહેસાણા જિલ્લામાં હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. આ વીડિયો મહેસાણા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના (BJP Bakshipanch Morcha) મહામંત્રી દેવેન્દ્રભાઈ રાવળનો (Devendrabhai Raval) હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં ભાજપ નેતા એક જાહેર કાર્યક્રમ દરમિયાન ધૂણતા નજરે પડી રહ્યા છે, જેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
Mehsana BJP Leader Viral Video: પૈસા અને ફૂલોનો વરસાદ
વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ધાર્મિક પ્રસંગ ચાલી રહ્યો છે. આ દરમિયાન મહામંત્રી દેવેન્દ્રભાઈ રાવળ (Devendrabhai Raval) લોકોની વચ્ચે અચાનક તેઓ ધૂણવાનું શરૂ કરે છે. આ દ્રશ્યો જોઈ કાર્યક્રમમાં હાજર રહેલા લોકો તેમના પર ફૂલો વરસાવી રહ્યા છે અને ચલણી નોટોનો (Currency Notes) વરસાદ કરી રહ્યા છે. એક નેતા આ પ્રકારે જાહેરમાં ધૂણતા જોવા મળતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.
Mehsana BJP leader viral video: ભાજપના આ મોટા નેતાનો ધુણતો વીડિયો થયો વાયરલ! | Gujarat First
મહેસાણા ભાજપના નેતાનો ધુણતા વિડિયો વાયરલ
મહેસાણા જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રીનો વીડિયો વાયરલ
રાવળ દેવેન્દ્રભાઈનો ધુણતા વિડિઓ વાયરલ થયો
ભાજપના નેતાના વિડિઓ વાયરલથી અનેક સવાલો… pic.twitter.com/ocx30Ig9bt— Gujarat First (@GujaratFirst) February 28, 2026
સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય
મહેસાણા જિલ્લાના રાજકારણમાં આ વીડિયો વાયુવેગે વારલ થયો છે. કેટલાક લોકો તેને વ્યક્તિગત આસ્થાનો વિષય ગણાવી રહ્યા છે, જ્યારે ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું જવાબદાર પદ પર બેઠેલા વ્યક્તિએ આ પ્રકારે અંધશ્રદ્ધાને (Superstition) પ્રોત્સાહન આપવું જોઈએ? દેવેન્દ્રભાઈ રાવળ (Devendrabhai Raval) જેવા નેતાનો આવો વીડિયો સામે આવતા જિલ્લા ભાજપ પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે.
આ પણ વાંચોઃ Mahisagar: શિક્ષણ કે અંધશ્રદ્ધા? બાલાસિનોરની પીએમ શ્રી શાળાના વિદ્યાર્થીઓનો ધૂણતો વીડિયો વાયરલ
આ પણ વાંચોઃ Mehsana: માત્ર 5 જ મિનિટમાં સિસ્ટમ હેક કરી કારની ચોરી! મારુતિ સુઝુકીના પૂર્વ કર્મચારી સહિત 2 શખ્સો પકડાયા


