Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat: અકસ્માત સર્જ્યા બાદ પીધેલી હાલતમાં દારૂની બોટલ ગાડી પર મૂકી

Gujarat: મહેસાણામાં કોંગ્રેસના નેતાએ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો છે. જેમાં પાર્થ રાવલે પીધેલી હાલતમાં બલેનો કારથી સ્કોર્પિયો કારને જોરદાર ટક્કર મારી છે. જિલ્લા કોંગ્રેસના નવા ભવનના ઉદ્ઘાટનની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં ઉદ્ઘાટનની પ્રેસ બાદ સેલિબ્રેશન કર્યા બાદ પાર્ટીમાં નશો કર્યો હોવાની લોકોમાં ચર્ચા થઇ રહી છે. જેમાં અકસ્માત સર્જ્યા બાદ પીધેલી હાલતમાં દારૂની બોટલ ગાડી પર મૂકી હતી.
gujarat  અકસ્માત સર્જ્યા બાદ પીધેલી હાલતમાં દારૂની બોટલ ગાડી પર મૂકી
Advertisement
  • Gujarat: ફુલ દારૂ પીધેલી હાલતમાં ગાડી ઠોકી દિધી હતી
  • સ્કોર્પિયો કારને મહેસાણા ડિસ્ટ્રીક બેંક પાસે ટક્કર મારી
  • સ્થાનિક પોલીસે અટક કરી વધુ તપાસ હાથ ધરી

Gujarat: મહેસાણામાં કોંગ્રેસના નેતાએ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો છે. જેમાં પાર્થ રાવલે પીધેલી હાલતમાં બલેનો કારથી સ્કોર્પિયો કારને જોરદાર ટક્કર મારી છે. જિલ્લા કોંગ્રેસના નવા ભવનના ઉદ્ઘાટનની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં ઉદ્ઘાટનની પ્રેસ બાદ સેલિબ્રેશન કર્યા બાદ પાર્ટીમાં નશો કર્યો હોવાની લોકોમાં ચર્ચા થઇ રહી છે. જેમાં અકસ્માત સર્જ્યા બાદ પીધેલી હાલતમાં દારૂની બોટલ ગાડી પર મૂકી હતી.

પાર્થ રાવલ જિલ્લા કોંગ્રેસમાં મહામંત્રી છે

પાર્થ રાવલ જિલ્લા કોંગ્રેસમાં મહામંત્રી છે. તથા કોંગ્રેસના પીએસસીના જિલ્લાના મેમ્બર પાર્થ રાવલે ફુલ દારૂ પીધેલી હાલતમાં ગાડી ઠોકી દિધી હતી. સ્કોર્પિયો કારને મહેસાણા ડિસ્ટ્રીક બેંક પાસે ટક્કર મારવામાં આવી હતી.

Advertisement

Ahmedabad Vadodara Expressway Accident

Advertisement

નવાબી સ્ટાઇલમાં દારુની બોટલ કારની બોનેટ પર મૂકી

ગાડીને અકસ્માત કર્યા બાદ નવાબી સ્ટાઇલમાં દારુની બોટલ કારની બોનેટ પર મૂકી હતી. જેમાં સ્થાનિક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. તેથી સ્થાનિક પોલીસે પાર્થ રાવલની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat: સમગ્ર ઘટનાની જાણ થતા જ મહેસાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી

સમગ્ર ઘટનાની જાણ થતા જ મહેસાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તથા પોલીસ તપાસ દરમિયાન પાર્થ રાવલની કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી, જેના પર 'રાજસ્થાન ઓન્લી ફોર સેલ'નું લેબલ હતું. પાર્થ રાવલ પોતે પણ નશામાં હોવાનું જણાતા પોલીસે તેમની અટકાયત કરી હતી. નોંધનીય છે કે પાર્થ રાવલને ગત નવેમ્બર માસમાં જ કોંગ્રેસ પક્ષ દ્વારા શહેર મહામંત્રી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. પદ મળ્યાના ટૂંકા ગાળામાં જ જવાબદાર હોદ્દા પર હોવા છતાં કાયદાનું ઉલ્લંઘન કરી દારૂ પીધેલી હાલતમાં પકડાતા રાજકીય માહોલ ગરમાયો છે.

આ પણ વાંચો: Surat: રશિયા ભાગે તે પહેલા ડિજિટલ એરેસ્ટના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

Tags :
Advertisement

.

×