Mehsana ના ડાવોલ ગામે ગ્રામ પંચાયતનો મોટો નિર્ણય, 5 અને 10 રૂપિયાના જંક ફૂડ પેકેટ વેચાણ પર પ્રતિબંધ
Mehsana Junk Food Ban: મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાંથી બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક પ્રેરણાદાયી અને ક્રાંતિકારી નિર્ણય સામે આવ્યો છે. ડાવોલ ગામે ગ્રામસભામાં એક સિંહગર્જના સમાન મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત ગામની હદમાં આવેલી તમામ દુકાનોમાં 5 અને 10 રૂપિયાના નાના પેકેટવાળા જંક ફૂડ અને ખાધ્ય ચીજવસ્તુઓના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Advertisement
Mehsana Junk Food Ban: મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાંથી બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક પ્રેરણાદાયી અને ક્રાંતિકારી નિર્ણય સામે આવ્યો છે. ડાવોલ ગામે ગ્રામસભામાં એક સિંહગર્જના સમાન મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત ગામની હદમાં આવેલી તમામ દુકાનોમાં 5 અને 10 રૂપિયાના નાના પેકેટવાળા જંક ફૂડ અને ખાધ્ય ચીજવસ્તુઓના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કડક નિયમનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે દંડ અને સામાજિક બહિષ્કાર સુધીના સખત પગલાં લેવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

