Mehsana News: ચૂંટણી પુરી થતા જ કોંગ્રેસે સાફ સફાઈ આદરી, 33 સભ્યો હાંકી કઢાયા, વાંચો આખરે થયું શું?
Congress Members Suspended: મહેસાણા (Mehsana) જિલ્લા રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ (Mehsana District Congress Committee) દ્વારા શિસ્તભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. પક્ષના સત્તાવાર અને માન્ય ઉમેદવારોને ચૂંટણીમાં મોટું નુકસાન પહોંચાડવા બદલ કોંગ્રેસે એકસાથે 33 જેટલા સભ્યો અને પદાધિકારીઓને પક્ષમાંથી સસ્પેન્ડ (Suspended) કરી દેતા સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ઊંઝા તાલુકા પ્રમુખ ડી. ટી. ઝાલા પણ સસ્પેન્ડ
મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર (Baldevji Thakor) દ્વારા આ અંગેનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. પક્ષના આદેશોનું ઉલ્લંઘન કરનારા અને અંદરખાને પક્ષને નુકસાન પહોંચાડનારા તમામ 33 આગેવાનોને આગામી 6 વર્ષ માટે પ્રાથમિક સભ્ય પદેથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સસ્પેન્ડ કરાયેલા નેતાઓની યાદીમાં ઊંઝા (Unjha) તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડી. ટી. ઝાલા (D. T. Zhala) નું નામ પણ સામેલ છે. ઊંઝાના પાયાના મોટા નેતા સામે આ પ્રકારના આકરા પગલાં લેવાતા સ્થાનિક સંગઠનમાં મોટો ભૂકંપ આવ્યો છે.
શિસ્તભંગ કરનારા નેતાઓમાં ફફડાટ, કોંગ્રેસ સંગઠન મજબૂત કરવાનો દાવો
ચૂંટણીઓ દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા તત્વોને બહારનો રસ્તો બતાવીને મહેસાણા કોંગ્રેસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પક્ષમાં શિસ્તભંગ ક્યારેય સાંખી લેવામાં આવશે નહીં. જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે પક્ષના વફાદાર કાર્યકરો અને માન્ય ઉમેદવારોની મહેનત પર પાણી ફેરવનારાઓ સામે આ એક્શન લેવા જરૂરી હતા. આ આકરા નિર્ણય બાદ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા અન્ય સભ્યો અને જૂથવાદ ચલાવતા નેતાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. માહિતી અનુસાર, આ કાર્યવાહી હેઠળ મેહસાણા, વડનગર, વિસનગર, ખેરાલુ અને ઊંઝા પંથકના કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારો પર તવાઈ બોલાવાઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી મુકુલ વાસનિકને આ અંગે માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક: સોસાયટીમાં ઘૂસી વાહનો તોડ્યા, સીન સપાટા ભારે પડ્યા!


