Mehsana News: જેલમાં સુરક્ષા સામે સવાલો, ઓળખકાર્ડ માંગ્યું તો 3 કેદીએ હવાલદારને માર માર્યો
Mehsana: સબજેલમાં ઓળખકાર્ડ માગવા બાબતે કેદી મહિપતસિંહ ઝાલાએ ફરજ પરના હવાલદાર નાથા ચૌધરીને ધમકી આપી હતી. ત્યારબાદ સંજય ઠાકોર અને જિગર ઠાકોરે હવાલદારને પકડી રાખી માર માર્યો હતો. આ ગંભીર ઘટના અંગે મહેસાણા બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય કેદીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. જેલમાં સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઉઠતા તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે.
Advertisement
Mehsana: મહેસાણા જિલ્લાની સબજેલમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જેલમાં કેદીઓ માટેની સુવિધા એવા એસટીડી બુથ પર ફરજ બજાવતા પોલીસ હવાલદાર નાથા ચૌધરી પર ત્રણ કેદીઓએ એકાએક હુમલો કરી દેતા જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનામાં હવાલદારને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

