Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana Election: મહેસાણામાં ચૂંટણી પૂર્વે હિંસા, ભાજપ ઉમેદવાર નરેશ પટેલના કાફલા પર પથ્થરમારો, કાર્યકર ઈજાગ્રસ્ત

મહેસાણા જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચાર વચ્ચે હિંસાની ઘટના સામે આવી છે. મગુના અને રામનગર વચ્ચે મોડી રાત્રે અજાણ્યા ઈસમોએ ભાજપના ઉમેદવાર નરેશ પટેલના કાર કાફલા પર પથ્થરમારો કરીને હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં 02 કારને નુકસાન પહોંચ્યું છે અને પંકજ પટેલ નામના કાર્યકર ઘાયલ થયા છે, જેના પગલે સાંથલ પોલીસે તપાસ તેજ કરી છે.
mehsana election  મહેસાણામાં ચૂંટણી પૂર્વે હિંસા  ભાજપ ઉમેદવાર નરેશ પટેલના કાફલા પર પથ્થરમારો  કાર્યકર ઈજાગ્રસ્ત
Advertisement
  • Mehsana Election: ચૂંટણી પૂર્વે હિંસા
  • મગુના-રામનગર વચ્ચે ભાજપના ઉમેદવાર પર પથ્થરમારો
  • મોડી રાત્રે અંધારામાં ઓચિંતો હુમલો
  • મહેસાણામાં ભાજપ ઉમેદવારના કાફલાને નિશાન બનાવાયો
  • નરેશ પટેલના કાફલા પર હુમલો કરી અજાણ્યા શખ્સો ફરાર

Mehsana Election: મહેસાણા જિલ્લા પંચાયતની ચૂંટણીના (District Panchayat Elections) જંગમાં લોહિયાળ ગરમાવો આવ્યો છે. મોડી રાત્રિના સમયે મગુના અને રામનગર વચ્ચે ભાજપના (BJP) ઉમેદવાર નરેશ પટેલના કાર કાફલા પર અજાણ્યા શખ્સોએ ઓચિંતો હુમલો (Attack) કરતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. આ ઘટનાને પગલે ચૂંટણી પ્રચારના માહોલમાં ભય અને તંગદિલી વ્યાપી ગઈ છે. અંધારાનો લાભ લઈને થયેલા આ હુમલાએ સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Mehsana Election: અંધારામાં અજાણ્યા શખ્સોનો હુમલો

મગુના-રામનગર માર્ગ પર જ્યારે નરેશ પટેલનો કાફલો પસાર થઈ રહ્યો હતો, ત્યારે અગાઉથી ટાપીને બેઠેલા અજાણ્યા ઈસમોએ (Unknown Persons) ગાડીઓ પર ભારે પથ્થરમારો શરૂ કર્યો હતો. આ હુમલામાં કાફલામાં સામેલ 02 કારના કાચ તૂટી ગયા હતા અને વાહનોને મોટું નુકસાન પહોંચ્યું હતું. હુમલાખોરોએ અંધારાનો ફાયદો ઉઠાવીને આ કૃત્ય આચર્યું હોવાથી તેમની ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી છે, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ આ રાજકીય અદાવત હોવાનું મનાઈ રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો----- Jamnagar: જામનગરમાં પોલીસનું મેગા ઓપરેશન, ચૂંટણી પૂર્વે બેડેશ્વરના બુટલેગરો અને હિસ્ટ્રીશીટરોમાં ફફડાટ!

Advertisement

Mehsana Election: ભાજપ કાર્યકર ઈજાગ્રસ્ત

આ હિંસક ઘટના દરમિયાન કારમાં સવાર ભાજપના સક્રિય કાર્યકર પંકજ પટેલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પથ્થરમારામાં ઘાયલ થયેલા કાર્યકરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ભાજપના (BJP Candidate) ઉમેદવાર નરેશ પટેલ આ હુમલામાં આબાદ બચાવ પામ્યા છે, પરંતુ તેમના સાથીદારો અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ જ્યારે નરેશ પટેલને મગુના બેઠક પરથી ટિકિટની ફાળવણી (Ticket Allocation) થઈ હતી, ત્યારે પણ સ્થાનિક સ્તરે ભારે વિરોધ (Opposition) જોવા મળ્યો હતો, જે આ ઘટનાનું કારણ હોવાની આશંકા છે.

Mehsana Election: સાંથલ પોલીસની કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ સાંથલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ચૂંટણી (Election) દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગે હવે પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે. આ હુમલો કોણે અને કયા ઈરાદે કર્યો તે દિશામાં પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે. આગામી દિવસોમાં આ મામલે મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે.

આ પણ વાંચો----- Gir Somnath: વેરાવળમાં વોર્ડ નંબર 9 માં 'બહારના ઉમેદવાર' માટે નો-એન્ટ્રી, સોસાયટી બહાર લાગ્યા બેનરો!

 

Tags :
Advertisement

.

×