રસમલાઈ અને પોપટ છાપ ગોળ ખાનારા ચેતી જજો, Mehsana માં દેશીના નામે ભેળસેળનો ખેલ
- Mehsana ફૂડ વિભાગના દરોડામાં દેશી ગોળ (Jaggery) ના નામે ભેળસેળ સામે આવી
- ફૂડ વિભાગના પરીક્ષણમાં રસમલાઈ અને પોપટ છાપ ગોળના 6 નમૂના ફેલ
- બંને બ્રાન્ડના ગોળમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરની માત્રા મળી
Mehsana: મહેસાણા જિલ્લામાં શુદ્ધ અને દેશી ગોળ (Jaggery) ના નામે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થતાં હોવાના પર્દાફાશ થયો છે. મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આકસ્મિક દરોડા દરમિયાન બજારમાં મળતા જાણીતી બ્રાન્ડના ગોળના નમૂનાઓ પરીક્ષણમાં ફેલ થયા છે. આ સમાચારથી સમગ્ર જિલ્લાના વેપારી આલમ અને ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Mehsana: આ બ્રાન્ડના નમૂના ફેલ
જિલ્લા ફૂડ અધિકારી વિપુલ ચૌધરી અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં રસમલાઈ (Rasmalai) અને પોપટ છાપ (Popat Brand) નામની બે જાણીતી બ્રાન્ડના ગોળના કુલ 6 નમૂના લેવામાં આવ્યા હતા. સરકારી લેબોરેટરીમાં આ નમૂનાઓનું પરીક્ષણ (Laboratory Testing) કરવામાં આવતા તે નમૂનાઓ ફેલ સાબિત થયા છે. આ બંને બ્રાન્ડમાં ભેળસેળ હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
મહેસાણા ફૂડ વિભાગના દરોડામાં દેશી ગોળના નામે ભેળસેળ સામે આવી
ફૂડ વિભાગના પરીક્ષણમાં રસમલાઈ અને પોપટ છાપ ગોળના 6 નમૂના ફેલ
બંને બ્રાન્ડના ગોળમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરની માત્રા મળી
દેશી ગોળને બ્રાઉન અને સફેદ ગોળને બનાવવા કલરનો થતો ઉપયોગ#Mehsana #FoodSafety #Adulteration… pic.twitter.com/YH7FJT6l3R— Gujarat First (@GujaratFirst) April 5, 2026
ગોળને બનાવવા કલરનો ઉપયોગ
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સામાન્ય રીતે ગ્રાહકો વધુ સફેદ કે આકર્ષક બ્રાઉન ગોળ પસંદ કરતા હોય છે. આ પસંદગીનો ગેરફાયદો ઉઠાવવા માટે ઉત્પાદકો દ્વારા ગોળમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરની માત્રા ભેળવવામાં આવતી હતી. સફેદ ગોળ અને દેશી દેખાતા બ્રાઉન ગોળને વધુ ચમકદાર બનાવવા માટે આ કેમિકલયુક્ત કલર (Chemical Color) નો ઉપયોગ કરવામાં આવતો હોવાનું ખુલ્યું છે.
કઈ પેઢીઓ સામે કાર્યવાહી થઈ?
ફૂડ વિભાગની તપાસમાં હરિક્રિષ્ણા માર્કેટિંગ (Harikrishna Marketing) અને પટેલ સતીશકુમાર મોહનલાલ (Satishkumar Mohanlal) નામની પેઢીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ (Food Safety Act) હેઠળ આ પેઢીઓના લાયસન્સ અને ગુણવત્તાના માપદંડો અંગે તપાસ તેજ કરવામાં આવી છે. તંત્ર દ્વારા આ બંને પેઢીઓ પાસેથી ગોળનો જથ્થો જપ્ત કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.
આ પણ વાંચોઃ કડીમાં Love Marriage ની સજા લોહીથી લખાઈ: પરિણીતા પર પિયર પક્ષનો હુમલો, સાસુ-જેઠાણીને પણ ન છોડ્યા!


