Mehsana: પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરના નિવૃત્તિના સંકેત! યુવાનોને આગળ આવવા આહ્વાન
મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે કડીમાં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિના સંકેત આપ્યા છે. 35 વર્ષના રાજકીય સંઘર્ષને યાદ કરી તેમણે યુવાનોને આગળ વધવા અને સંગઠિત થવા આહ્વાન કર્યું છે. તેમણે "છોકરાઓને ભણાવવામાં કચાશ ન રાખવા" ખાસ અપીલ કરી પોતે સલાહકાર સમિતિમાં માર્ગદર્શકની ભૂમિકા ભજવવાની ઈચ્છા વ્યક્ત કરતાં સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.
Advertisement
Former MLA Baldevji Thakor Statement: મહેસાણા જિલ્લાના રાજકારણમાંથી એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. કડી ખાતે યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં તેમણે આપેલા નિવેદન બાદ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. બળદેવજી ઠાકોરે સક્રિય ભૂમિકામાંથી મુક્ત થઈને હવે પક્ષ અને સમાજની સલાહકાર સમિતિમાં (Advisory Committee) જોડાવાની ગણતરી દર્શાવી છે. તેઓ આગામી સમયમાં યુવા નેતાઓને આગળ કરીને પોતે એક માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવવા ઈચ્છે છે, જે દર્શાવે છે કે તેઓ હવે નવી પેઢીને તક આપવા મક્કમ બન્યા છે.

