Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

કડીમાં Love Marriage ની સજા લોહીથી લખાઈ: પરિણીતા પર પિયર પક્ષનો હુમલો, સાસુ-જેઠાણીને પણ ન છોડ્યા!

કડીના કાસ્વા ગામમાં પ્રેમલગ્નની અદાવતમાં સગા મોટાબાપા અને અન્ય એક શખ્સે યુવતી પર જીવલેણ હુમલો કર્યો. યુવતીને વાળ પકડી ઢસડ્યા બાદ લાકડાના ધોકા અને તલવાર વડે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. લોહીલુહાણ હાલતમાં યુવતીને હોસ્પિટલ ખસેડાઈ છે. પોલીસે બે શખ્સો વિરુદ્ધ FIR નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
કડીમાં love marriage ની સજા લોહીથી લખાઈ  પરિણીતા પર પિયર પક્ષનો હુમલો  સાસુ જેઠાણીને પણ ન છોડ્યા
Advertisement
  • Love marriage ની અદાવતમાં કડીના કાસ્વા ગામમાં યુવતી પર હુમલો
  • પ્રેમલગ્નની અદાવતમાં યુવતી પર કરાયો જીવલેણ હુમલો
  • યુવતીના મોટાબાપાએ વાળ પકડીને લાકડાના ધોકાથી માર્યો માર

મહેસાણાના કડીના કાસ્વા ગામમાં યુવતી પર ગંભીર રીતે તેના જ સગા મોટાબાપા અને અન્ય એક વ્યક્તિએ હુમલો કર્યો છે. પ્રેમલગ્ન (Love Marriage)ની અદાવતમાં માટાબાપાએ વાળ પકડીને લાકડાના ધોકાથી માર મારતાં યુવતીને માર માર્યો છે. ત્યારબાદ યુવતીના બંને પગ પર તલવારના ઘા ઝીંકવામાં આવ્યા હતા. જેથી ગંભીર ઈજાઓનો ભોગ બનેલી યુવતીને તાત્કાલિક કડીની હોસ્પિટલમાં ખસેડવી પડી છે. આ મામલે કડી પોલીસે મોટાબાપા સહિત અન્ય આરોપી વિરુધ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Love Marriage ની અદાવતમાં યુવતી પર હુમલો

ઘટનાની વિગતો એવી છે કે કાસ્વા ગામના ઠાકોર વાસમાં રહેતા ગીતાબેન મકવાણાના પુત્ર સોહિલે ગામની જ પ્રાચી નામની યુવતી સાથે ગત 28 જૂન, 2025 ના રોજ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ નવદંપતી થોડો સમય અમદાવાદ રહેવા ચાલ્યું ગયુ હતુ, પરંતુ છેલ્લા પાંચ મહિનાથી તેઓ વતનમાં પરત ફરી પરિવાર સાથે રહેતા હતા. જોકે પ્રાચીના મોટાબાપા બિપિન નટવરલાલ પટેલ આ લગ્નથી ખૂબ નારાજ હતા અને મનમાં જૂની અદાવત રાખીને ફરતાં હતા.

Advertisement

જાહેરમાં વાળ પકડી ઢસડી અને ધોકાથી માર માર્યો

જ્યારે ગીતાબેન તેમની પુત્રવધૂ પાયલ અને પ્રાચી પોતાની દુકાન પાસે સાડીઓ વેચવાના વ્યવસાયમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક બિપિન પટેલ અને રમેશ ઉર્ફે ડેની નાડીયા ત્યાં ધસી આવ્યા હતા. આવેશમાં આવેલા બિપિન પટેલે પ્રાચીના વાળ પકડી જમીન પર ઢસડી હતી અને લાકડાના ધોકા વડે ક્રૂરતાપૂર્વક માર મારવાનું શરૂ કર્યું હતું. આ દ્રશ્ય જોઈ ગીતાબેન અને પાયલ વચ્ચે પડ્યા હતા પરંતુ હુમલાખોરોએ તેમને ધક્કો મારી પછાડી દીધા હતા. આ દરમિયાન રમેશ ઉર્ફે ડેનીએ ઉગ્ર બની પ્રાચી પર હુમલો કર્યો હતો. તેણે પ્રાચીના બંને પગના સાંથળના ભાગે તલવારના ઊંડા ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે યુવતી લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડી હતી. હુમલો કર્યા બાદ બંને શખ્સોએ "તમારા દીકરાને સમજાવી દેજો, નહીં તો જાનથી મારી નાખીશું" તેવી ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યા હતા.

Advertisement

KADI_GujaratFirst

યુવતીની સ્થિતિ ગંભીર

યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ ઈજાગ્રસ્ત પ્રાચીને તાત્કાલિક કડીની રિધમ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર તલવારના ઘા અત્યંત ઊંડા હોવાથી લોહી વધુ વહી ગયું હતું, જેને પગલે તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ યુવતીની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસ કાર્યવાહી તેજ

આ મામલે ગીતાબેનની ફરિયાદના આધારે કડી પોલીસે બિપિન નટવરલાલ પટેલ અને રમેશ નાડીયા વિરુદ્ધ નો નોંધ્યો છે.  પોલીસે આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી તેજ કરી છે.  ધોળા દિવસે થયેલા આ હુમલાથી ગ્રામીણ વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Bhavnagar માં મદદનીશ કલેક્ટરના ડ્રાઈવરે 14 લાખની લાંચ માંગી! 15 દિવસ બાદ FIR, જાણો મામલો

Tags :
Advertisement

.

×