Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mehsana Water Pollution: કડીના રાજપુર ગામે પ્રદૂષિત લાલ પાણીનો કાળો કહેર, ખેતી અને સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો

મહેસાણાના કડીના રાજપુર ગામમાં કેમિકલયુક્ત ઝેરી પાણીથી ખેતી અને સ્વાસ્થ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે. ફેક્ટરીઓના ગંદા પાણીથી ભૂગર્ભ જળ લાલ થઈ ગયું છે, જે ગ્રામજનો માટે બીમારીનું કારણ બન્યું છે. પ્રશાસને સેમ્પલ લઈ તપાસ શરૂ કરી છે, પરંતુ પૂર્વ ધારાસભ્યએ ફેક્ટરીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.
mehsana water pollution  કડીના રાજપુર ગામે પ્રદૂષિત લાલ પાણીનો કાળો કહેર  ખેતી અને સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો
Advertisement

Mehsana Water Pollution: મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામમાં હાલમાં ગંભીર પર્યાવરણીય સંકટ (Environmental Crisis) ઉભુ થયું છે. ગામના ખેડૂતોના બોરવેલમાંથી અચાનક લાલ રંગનું પાણી નીકળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આસપાસની કેમિકલ ફેક્ટરીઓ દ્વારા રાત્રિના અંધારામાં ભૂગર્ભમાં ઝેરી કેમિકલ છોડવામાં આવે છે, જેના કારણે ભૂગર્ભ જળ (Groundwater) સંપૂર્ણપણે દૂષિત થઈ ગયા છે. ગામના લગભગ 27 થી 28 બોરમાં લાલ પાણી આવતા ખેતીલાયક જમીન હવે બંજર બની રહી છે અને ખેડૂતો આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે.

Tags :
Advertisement

.

×