Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Mehsana-Kadi : સગીરા પર દુષ્કર્મ આચરનાર બે ને 25 વર્ષની સખત કેદ

Mehsana-Kadi માં એક ગામની સીમમાં 16 વર્ષીય સગીરા પર થયેલ દુષ્કર્મની ઘટનામાં મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં સંડોવાયેલા બંને આરોપીઓને 25 વર્ષની સખત કેદની સજા અને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો છે. નરાધમોને સજાની સાથે અદાલતે સગીરાને રૂ. 1 લાખનું વળતર ચૂકવવાનો પણ સરકારને આદેશ કર્યો છે.
mehsana kadi   સગીરા પર દુષ્કર્મ આચરનાર બે ને 25 વર્ષની સખત કેદ
Advertisement
  • મહેસાણા સ્પેશ્યિલ પોક્સો કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો
  • વિવિધ કલમો હેઠળ બન્ને આરોપીઓને 25 વર્ષ સખત કેદની સજા
  • 24 ફેબ્રુઆરી 2024ના રોજ 16 વર્ષીય સગીરા પર થયું હતુ દુષ્કર્મ
  • ગામની સીમમાં 2 નરાધમોએ આચર્યુ હતુ દુષ્કર્મ

Mehsana-Kadi : આજે મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા ઐતિહાસિક ચૂકાદો આપવામાં આવ્યો છે. કડી તાલુામાં આવેલી એક ગામની સીમમાં બે નરાધમોએ સગીરાનો દેહ ચૂંથ્યો હતો. આ મામલે આજે કોર્ટે બંને આરોપીઓને 25 વર્ષ સખત કેદની સજા ફટકારી છે. અત્રે નોંધનીય છે કે, આ ઘટના ફેબ્રુઆરી, 2024 ના રોજ ઘટી હતી. જેમાં આજે કોર્ટે ચૂકાદો સંભળાવ્યો છે.

Advertisement

Mehsana-Kadi, મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું

24, ફેબ્રુઆરી 2024 ના રોજ આરોપી નરેશજી નટુજી ઠાકોરે સગીરાને બળજબરીથી પકડી મિલની ઓરડીમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તે બાદ અન્ય આરોપી અજયજીએ સગીરાનું અપહરણ કરીને, તેને મોટરસાયકલ પર બેસાડી સિદ્ધેશ્વરી માતાના મંદિર પાસેની બાવળની ઝાડીઓમાં લઈ જઈ ફરીથી તેના પર તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું, ખોટા કૃત્યને અંજામ આપ્યા બાદ તેણે સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

Advertisement

આ પણ વાંચો ------- Kutch : શિક્ષિકાનાં કૃત્યથી નખત્રાણાની અર્ચના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ભારે વિવાદમાં સપડાઈ, CCTV ફૂટેજ વાઇરલ!

Mehsana-Kadi, વકીલ રેખાબેન જોષીએ ધારદાર દલીલો રજુ કરી

ઘટનાને અંજામ આપ્યા બાદ બંને આરોપીઓ વિરૂદ્ધ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તે બાદ પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા. કેસની સુનવણી દરમિયાન સરકારી વકીલ રેખાબેન જોષીએ ધારદાર દલીલો રજુ કરી હતી. અને કોર્ટ સમક્ષ 34 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા, અને 12 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. અંતે સ્પેશિયલ પોક્સો કોર્ટે બંને આરોપીઓને કસૂરવાર જાહેર કર્યા હતા.

પીડિતાને રૂ. 1 લાખનું વળતર ચૂકવવા આદેશ કરાયો

કોર્ટે મુખ્ય આરોપી નરેશજી નટુજી ઠાકોર અને અજયજી વિરાજી ઠાકોરને પોક્સો એક્ટની કલમ હેઠળ 25 વર્ષની સખત કેદ અને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો છે, સાથે જ કોર્ટે ભોગ બનનાર સગીરાને રૂ. 1 લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો છે.

આ પણ વાંચો -------  વડોદરાના અકોટા મારપીટ કાંડ: પોલીસે બે શખ્સોની કરી અટકાયત

Tags :
Advertisement

.

×