કડીમાં તાલિબાની સજા! ચોરીની શંકાએ યુવકને રૂમમાં પૂરી લોખંડની પાઇપોથી માર મારી મોતને ઘાટ ઉતાર્યો
Kadi Murder Case: મહેસાણા (Mehsana) ના નાની કડીની ગણેશ વિલા સોસાયટીમાં ચોરીની શંકાએ બે યુવકોને રૂમમાં બંધક બનાવી લોખંડની પાઇપોથી ઢોર માર મરાયો હતો. આ બર્બર હુમલામાં રવિ પંચાલ નામના યુવકનું મોત થયું છે, જ્યારે ફરિયાદી પ્રજ્ઞેશ પંચાલને પાંસળીમાં ફ્રેક્ચર થયું છે. પોલીસે પિનાકીન પટેલ સહિત 4 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Advertisement
Mehsana Crime News: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક સનસનાટીભરી ઘટના મહેસાણા જિલ્લાના કડી (Kadi) માં સામે આવી છે. કડીના નાની કડી (Nani Kadi) વિસ્તારમાં આવેલી ગણેશ વિલા સોસાયટી (Ganesh Vila Society) માં ચોરીની શંકાના આધારે બે યુવકો પર પાશવી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર ઇજાઓ થવાના કારણે એક નિર્દોષ યુવકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક જીવન અને મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે. આ ચોંકાવનારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થયું છે.

