Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana માં સ્કોર્પિયોએ સર્જ્યો અકસ્માત, પછી જે નીકળ્યું તે જોઈ પોલીસ પણ ચોંકી ગઈ!

મહેસાણાના ખેરાલુ-સિદ્ધપુર હાઇવે પર હિરવા ગામ પાસે દારૂ ભરેલી સ્કોર્પિયો કારે અન્ય કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. ખેરાલુ પોલીસે ઘટનાસ્થળે પહોંચી દારૂ અને કાર સહિત કુલ 10.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
mehsana માં સ્કોર્પિયોએ સર્જ્યો અકસ્માત  પછી જે નીકળ્યું તે જોઈ પોલીસ પણ ચોંકી ગઈ
Advertisement
  • Mehsana જિલ્લામાં દારૂ ભરેલી સ્કોર્પિયો કારે સર્જ્યો અક્સ્માત
  • ખેરાલુ સિદ્ધપુર હાઇવે પર હિરવા ગામ પાસે અક્સ્માત સર્જ્યો
  • દારૂ ભરેલી કારે અન્ય કારને ટક્કર મારતા અક્સ્માત સર્જાયો

Mehsana: જિલ્લાના ખેરાલુ-સિદ્ધપુર હાઇવે (Highway) પર આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. હિરવા ગામ (Hirva village) પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક સ્કોર્પિયો કારે અન્ય એક કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું, પરંતુ ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે અકસ્માત સર્જનાર સ્કોર્પિયો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો.

Mehsana: અકસ્માત બાદ ચાલક ફરાર

હિરવા ગામ પાસે જ્યારે આ અકસ્માત (Accident) સર્જાયો ત્યારે આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોની ભીડ એકઠી થતી જોઈને સ્કોર્પિયો કારનો ચાલક પોલીસ પકડના ડરથી પોતાની કાર મૂકીને ઘટનાસ્થળેથી ફરાર (Absconded) થઈ ગયો હતો. સ્થાનિકોએ કારની અંદર તપાસ કરતા તેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો હોવાનું જણાયું હતું.

Advertisement

mehsana accident_GujaratFirst 11

Advertisement

10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ઘટનાની જાણ થતા જ ખેરાલુ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્કોર્પિયો કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસ દ્વારા દારૂનો જથ્થો અને વાહન મળી કુલ 10.60 લાખનો મુદ્દામાલ (Seized Assets) જપ્ત કરવામાં આવ્યો છે.

તપાસનો ધમધમાટ

ખેરાલુ પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. ગાડી સહતિ મુદ્દામાલ પોલીસ મથકે લઈ જઈ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad માં આપઘાતની બે હૃદયદ્રાવક ઘટનાથી ચકચાર, પોલીસ તપાસ તેજ

Tags :
Advertisement

.

×