Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana ની મર્ચન્ટ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીનો આપઘાત, ભણતરનું ભારણ કે બીજું કંઈ?

મહેસાણાની મર્ચન્ટ નર્સિંગ કોલેજમાં નવસારીની વિદ્યાર્થિની અસ્મિતા પટેલે હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. BSC નર્સિંગના બીજા વર્ષની પરીક્ષા પૂર્ણ થયાના બીજા જ દિવસે આ ઘટના બની હતી. સફાઈ કર્મીએ દરવાજો ખોલાવતા મામલો સામે આવ્યો હતો. પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
mehsana ની મર્ચન્ટ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીનો આપઘાત  ભણતરનું ભારણ કે બીજું કંઈ
Advertisement
  • Mehsana ની મર્ચન્ટ કોલેજની વિદ્યાર્થિનીનો આપઘાત
  • અસ્મિતા પટેલ નામની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું
  • નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થિની

Mehsana Student Suicide Case: મહેસાણા-વિસનગર રોડ પર આવેલી જાણીતી મર્ચન્ટ નર્સિંગ કોલેજ (Merchant Nursing College)  ની  એક વિદ્યાર્થિનીએ આપઘાત (Suicide) કરી લેતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થિની હોસ્ટેલમાં રહીને નર્સિંગનો અભ્યાસ કરી રહી હતી.  આ બનાવને પગલે શૈક્ષણિક સંકુલમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને વિદ્યાર્થીઓમાં ડર તેમજ દુઃખની લાગણી જોવા મળી રહી છે. હાલ આ  ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક વિદ્યાર્થિનીની મૂળ નવસારીની

મળતી જાણકારી અનુસાર મૃતક વિદ્યાર્થિનીનું નામ અસ્મિતા પટેલ (Asmita Patel) હતું, જે મૂળ નવસારી (Navsari) જિલ્લાના ચીખલી તાલુકાના રૂપાલા ગામની વતની હતી. તે આ કોલેજમાં BSC નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે હોસ્ટેલના બ્લોક નંબર A ના રૂમ નંબર 208 માં રહેતી હતી. વિદ્યાર્થિનીના આવા આકસ્મિક પગલાથી તેના વતનમાં પણ માતમ છવાયો છે.

Advertisement

MEHSANA ACCIDENT_GujaratFirst. 11

Advertisement

પરીક્ષાના અંતે જ કેમ આવું પગલું?

મળતા અહેવાલો અનુસાર નર્સિંગ કોલેજની પરીક્ષા (Examination) ગઈકાલે જ પૂર્ણ થઈ હતી. પરીક્ષા પૂરી થઈ હોવાથી હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ રિલેક્સ મૂડમાં હતા. આ સમયે અસ્મિતાના રૂમમાં કોઈ હાજર નહોતું. એકલતાનો લાભ લઈને તેણે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો.

સફાઈ કર્મીએ જોયું ભયાનક દ્રશ્ય

આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે હોસ્ટેલનો સફાઈ કર્મી (Cleaner) નિયમિત સફાઈ માટે રૂમનો દરવાજો ખખડાવવા ગયો હતો. લાંબા સમય સુધી અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા શંકા જન્મી હતી. અંતે દરવાજો તોડીને જોતા જ સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. અસ્મિતા પંખે લટકતી હાલતમાં મળી આવી હતી. તાત્કાલિક કોલેજ પ્રશાસન (College Administration) અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

MEHSANA ACCIDENT_GujaratFirst. 1

પોલીસ તપાસ હાથ ધરાઈ

મહેસાણા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ (Post-mortem) માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. બીજુ બાજુ નવસારીમાં રહેતા તેના પરિવારજનોને જાણ કરાતા તેઓ ઘેરા આઘાતમાં સરી પડ્યા છે અને તાત્કાલિક મહેસાણા આવવા રવાના થયા છે. જો કે આ આપઘાત પાછળનું કારણ હજું સુધી બહાર આવ્યું નથી. વિવિધ દ્રષ્ટિકોણથી તપાસ હાથ ધરવામાં આવી છે. કોઈ ભણતરને લઈ આપઘાત કર્યો  કે બીજું કંઈ કારણ છે તે તમામ એંગલથી તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચોઃ Vadodara માં પ્રેમી યુગલે ઓઢણીથી બાંધીને કેનાલમાં લગાવી મોતની છલાંગ, તરતા મળ્યા મૃતદેહ

Tags :
Advertisement

.

×