Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana: MP મયંક નાયકે વીમા પ્રીમિયમ વધારા અંગે કર્યા સવાલ, નાણામંત્રીએ શું આપ્યો જવાબ?

રાજ્યસભામાં મહેસાણાના સાંસદ મયંકભાઈ નાયકે ખાનગી હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા થતા મનસ્વી પ્રીમિયમ વધારા અને તેમની મનમાની અંગે સરકારને સવાલ કર્યા હતા. જેના જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે IRDAI દ્વારા વીમા ક્ષેત્ર કડક રીતે નિયંત્રિત છે. નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓને દંડ ફટકારવામાં આવે છે અને ગ્રાહકો CP GRAMS પોર્ટલ પર ફરિયાદ કરી શકે છે.
mehsana  mp મયંક નાયકે વીમા પ્રીમિયમ વધારા અંગે કર્યા સવાલ  નાણામંત્રીએ શું આપ્યો જવાબ
Advertisement
  • Mehsana: રાજ્યસભામાં ખાનગી હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓનો મુદ્દો ગુંજ્યો
  • સાંસદ મયંક નાયકે વીમા પ્રીમિયમમાં વધારા અંગે પ્રશ્નો કર્યા
  • ખાનગી કંપનીઓના મનસ્વી રીતે વધતા પ્રીમિયમ પર સ્પષ્ટતા માંગી

Mehsana: નવી દિલ્હી ખાતે ચાલુ રહેલા સંસદના સત્ર દરમિયાન મંગળવારે રાજ્યસભા (Rajya Sabha) માં ખાનગી હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા લેવામાં આવતા મનસ્વી પ્રીમિયમનો મુદ્દો ગાજ્યો હતો. મહેસાણા (Mehsana) ના સાંસદ મયંકભાઈ નાયકે (MP Mayank Nayak) આ બાબતે સરકારને તીખા સવાલ પૂછ્યા હતા કે ખાનગી કંપનીઓ ગ્રાહકો પાસેથી ઉંચા પ્રીમિયમ કેમ વસૂલે છે અને તેના પર સરકારનું શું નિયંત્રણ છે. આ પ્રશ્નોના પ્રત્યુત્તરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) સ્પષ્ટતા કરી હતી કે વીમા ક્ષેત્ર સંપૂર્ણપણે IRDAI દ્વારા નિયંત્રિત છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓ સામે કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે.

Mehsana ના સાંસદ ઉઠાવ્યા પ્રીમિયમ વધારા અંગેના પ્રશ્નો

મહેસાણાના સાંસદ મયંકભાઈ નાયકે ગૃહમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, હાલમાં ખાનગી હેલ્થ ઈન્સ્યોરન્સ (Private Health Insurance) કંપનીઓ મનસ્વી રીતે પ્રીમિયમમાં વધારો કરી રહી છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો પર આર્થિક બોજ વધી રહ્યો છે. તેમણે સરકાર પાસે એવી સ્પષ્ટતા માંગી હતી કે કંપનીઓની આ મનમાની રોકવા માટે સરકાર દ્વારા કયા પ્રકારના નિયંત્રણાત્મક પગલાં (Regulatory Measures) લેવામાં આવી રહ્યા છે? તેમણે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને જૂના પોલિસી ધારકો માટે અચાનક વધતા પ્રીમિયમ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

Advertisement

નાણામંત્રીનો વિસ્તૃત જવાબ

સાંસદના સવાલનો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) જણાવ્યું હતું કે ભારતમાં વીમા ક્ષેત્ર અત્યંત પારદર્શક રીતે કાર્ય કરે છે. તેમણે ગૃહને ખાતરી આપી હતી કે કોઈપણ વીમા કંપની પોતાની ઈચ્છા મુજબ નિયમોની બહાર જઈને પ્રીમિયમ વધારી શકતી નથી. વીમા ક્ષેત્રની નિયામક સંસ્થા IRDAI (IRDAI) દરેક કંપનીની પ્રવૃત્તિઓ પર સતર્ક નજર રાખે છે. જો કોઈ કંપની ગેરરીતિ આચરે અથવા ગ્રાહકોના હિત વિરુદ્ધ કામ કરે, તો તેના પર કડક પગલાં લેવામાં આવે છે.

Advertisement

ખોટી પ્રેક્ટિસ બદલ વીમા કંપનીઓને કરોડોનો દંડ

નાણામંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે સરકારે ભૂતકાળમાં પણ આવી મનમાની સામે કડક વલણ અપનાવ્યું છે. તેમણે કેટલાક ઉદાહરણો આપતા જણાવ્યું હતું કે અનેક ખાનગી વીમા કંપનીઓ (Private Insurance Companies) કે જેઓ ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી હતી અથવા ખોટી બિઝનેસ પ્રેક્ટિસ કરતી હતી, તેમને IRDAI દ્વારા કરોડો રૂપિયાનો દંડ (Penalty) ફટકારવામાં આવ્યો છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વીમા ધારકોના અધિકારોનું રક્ષણ કરવાનો છે.

ગ્રાહકો માટે સીધી ફરિયાદની વ્યવસ્થા

ગ્રાહકોની સુવિધા અને ન્યાય માટે નાણામંત્રીએ CP GRAMS (Centralized Public Grievance Redress and Monitoring System) પોર્ટલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જો કોઈ ગ્રાહકને પોતાની વીમા કંપની સામે ફરિયાદ હોય અથવા પ્રીમિયમ વધારા બાબતે અસંતોષ હોય, તો તેઓ સીધા જ આ સરકારી પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકે છે. આ પોર્ટલ પર આવતી ફરિયાદોનું સમયમર્યાદામાં નિરાકરણ લાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચોઃ Bhavnagar: ભાગિયાનો હિંસક હુમલો, ખેડૂતને ઢોર માર મારી લૂંટી લીધો, શું જમીન પચાવી પાડવાનો કરસો?

Tags :
Advertisement

.

×