Mehsana Election: મહેસાણામાં ચૂંટણી પારો ગરમાયો! મહામંત્રીના નિવેદનથી ઉમેદવારોમાં ફફડાટ, જાણો શું કહ્યું?
- ભાજપના ગઢ Mehsana માં ચૂંટણી પ્રચાર પુરજોશમાં
- અજય બ્રહ્મભટ્ટે ચૂંટણી કાર્યાલયોનું કર્યું ઉદ્ઘાટન
- ભાજપ મહામંત્રીની ઉમેદવારોને મોટી ચીમકી
- મહિલા અનામત મુદ્દે ભાજપના કોંગ્રેસ પર પ્રહાર
Mehsana Election: મહેસાણા મહાનગરપાલિકાની (Mehsana Municipal Corporation) ચૂંટણીનો માહોલ હાલ વિધાનસભાની ચૂંટણી જેવો ગરમાયો છે. ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી (State BJP General Secretary) અજય બ્રહ્મભટ્ટે આજે મહેસાણાના વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 9 ના મધ્યસ્થ કાર્યાલયોનું (Central Election Office) ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે દૂધ સાગર ડેરી અને અમુલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી (Ashokbhai Chaudhary) પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપના ગઢ Mehsana માં ચૂંટણી પ્રચાર પુરજોશમાં
કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે અજય બ્રહ્મભટ્ટે ભાજપના ઉમેદવારોને (Candidates) સંબોધતા એક મહત્વનું અને કડક નિવેદન આપ્યું હતું. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, જો ભાજપની પેનલમાંકોઈ પણ ઉમેદવારની હાર થશે અથવા જો કોઈ ઉમેદવાર બીજાની હારનું કારણ બનશે, તો તેને સંગઠન કે પાલિકામાં કોઈ પણ હોદ્દો આપવામાં આવશે નહીં. આ સાથે તેમણે સૂચન કર્યું હતું કે, જો ભાજપ સત્તામાં આવશે તો શહેરના નાગરિકોની હાજરીમાં પ્રથમ સાધારણ સભા (General Board Meeting) જાહેરમાં યોજવામાં આવશે.
મહિલા અનામત મુદ્દે ભાજપના કોંગ્રેસ પર પ્રહાર
મહિલા અનામત બિલ (Women's Reservation Bill) મુદ્દે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે હંમેશા મહિલાઓનો વિરોધ કર્યો છે જે બાબત દયનીય છે. ભાજપના નેતાઓએ વિકાસના મુદ્દે જંગી બહુમતી સાથે વિજય મેળવવા હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં વોર્ડના ઉમેદવાર ધીરજ કરમચંદાણી (Dhiraj Karamchandani) સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: Valsad Customs Raid: 8 બુટલેગરો અને 555 બોક્સ દારૂ! વલસાડના દરિયાકાંઠે કસ્ટમે કેવી રીતે પાર પાડ્યું ઓપરેશન?


