'ડીઝલ છે પણ નહીં આપુ', પેટ્રોલ પંપ સંચાલકની દાદાગીરીનો Video Viral
- Mehsana Video Viral: પેટ્રોલ પંપ પર ગ્રાહકો સાથે ગેરવર્તન
- સોશિયલ મીડિયા પર દાદાગીરીનો વીડિયો થયો વાયરલ
- પંપ સંચાલકે ગ્રાહકને ડીઝલ આપવાની પાડી ના
Mehsana Video Viral: મહેસાણા (Mehsana) જિલ્લાના નંદાસણ હદ વિસ્તારમાં આવેલ એક પેટ્રોલ પંપ પર ગ્રાહકો સાથે ગેરવર્તણૂક કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નંદાસણ પાસે આવેલા HP કંપનીના મહાકાળી પેટ્રોલ પંપ (Mahakali Petrol Pump) પર પંપ માલિક અને સ્ટાફ દ્વારા ગ્રાહક સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થયો છે. સામાન્ય રીતે ગ્રાહક સેવા માટે બંધાયેલા પંપ સંચાલકની આવી દાદાગીરીને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
'મારી પાસે ડીઝલનો છે પણ નહીં આપું'
ઘટનાની વિગત મુજબ, જ્યારે ગ્રાહક ડીઝલ (Diesel) પુરાવવા માટે પંપ પર પહોંચ્યા, ત્યારે પંપ માલિકે સ્પષ્ટ શબ્દોમાં ઇંધણ આપવાની ના પાડી દીધી હતી. સંચાલકે જવાબ આપતા જણાવ્યું હતું કે, "મારા કાયમી ગ્રાહકોને સાચવવાના છે, એટલે તમને ડીઝલ નહીં આપું." વધુમાં તેણે ગ્રાહકને કહ્યું કે, "હું તમને પહેલીવાર મળ્યો છું, મારી પાસે ડીઝલનો છે પણ હું તમને નહીં આપું."
HP કંપની અને ઉચ્ચ અધિકારીઓ પાસે કાર્યવાહીની માગ
જ્યારે પીડિત ગ્રાહકે આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું, ત્યારે પંપ સંચાલક અને તેના સ્ટાફ (Staff) દ્વારા ગ્રાહક સાથે ઉગ્ર બોલાચાલી કરવામાં આવી હોવાના આક્ષેપ થયા છે. વીડિયોમાં પંપ માલિકની દાદાગીરી સ્પષ્ટપણે કેમેરામાં કેદ થઈ છે. હવે આ મામલે HP કંપનીના ઉચ્ચ અધિકારીઓ (High-ranking Officials) દરમિયાનગીરી કરે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર પંપ સંચાલક વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી (Legal Action) કરવામાં આવે તેવી માગ પ્રબળ બની છે.
આ પણ વાંચોઃ Mehsana માં ફરી પશુઓની એક્સપાયર દવા મળતાં ચકચાર, જાણો પશુ અધિકારીએ શું કહ્યું?


