Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Mehsana કોર્ટનો નશાના સોદાગરો પર પ્રહાર, Hashish Smuggling Case માં અમદાવાદના 3 શખ્સોને 10 વર્ષની કેદ

મહેસાણાની (Mehsana) સ્પેશિયલ NDPS કોર્ટે ચરસની હેરાફેરીના 5 વર્ષ જૂના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ 2021 માં 9.330 કિલોગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપાયેલા અમદાવાદના 3 (Three) શખ્સોને અદાલતે તકસીરવાન ઠેરવ્યા છે. સ્પેશિયલ જજ દ્વારા ત્રણેય આરોપીઓને 10 (Ten) વર્ષની સખત કેદ અને દોઢ લાખ રૂપિયાના દંડની આકરી સજા ફટકારવામાં આવી છે.
mehsana કોર્ટનો નશાના સોદાગરો પર પ્રહાર  hashish smuggling case માં અમદાવાદના 3 શખ્સોને 10 વર્ષની કેદ
Advertisement
  • Mehsana સ્પેશિયલ NDPS કોર્ટે ચરસની હેરાફેરીના કેસમાં 3 આરોપીઓને દોષિત ઠેરવ્યા
  • ફતેપુરા સર્કલ પાસેથી 9.330 કિલોગ્રામ ચરસ સાથે ઝડપાયેલા આરોપીઓને 10 વર્ષની જેલ
  • અમદાવાદના સાહીદ ઇબ્રાહિમ, રફીક ચૌહાણ અને સૈયદહુસેન મણીયારને કોર્ટે ફટકારી સજા

Mehsana NDPS Court Hashish Smuggling Case: મહેસાણાની સ્પેશિયલ NDPS કોર્ટે ડ્રગ્સની (Drugs) હેરાફેરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરીને સમાજમાં દાખલો બેસાડ્યો છે. વર્ષ 2021 માં મહેસાણાના ફતેપુરા સર્કલ પાસેથી ચરસના મોટા જથ્થા સાથે 3 (Three) શખ્સોને પોલીસ વિભાગે ઝડપી પાડ્યા હતા. આ મામલે લાંબી કાયદાકીય પ્રક્રિયા (Legal Process) બાદ કોર્ટે તમામ આરોપીઓને તકસીરવાન ઠેરવ્યા છે. અમદાવાદના રહેવાસી સાહીદ ઇબ્રાહિમ, રફીક ચૌહાણ અને સૈયદહુસેન મણીયારને આ ગુનામાં આકરી સજા ફટકારી છે.

Tags :
Advertisement

.

×