Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mehsana ના લાડોલ પાસે ટ્રકની ટક્કરે બે ખેડૂતના કરૂણ મોત, એક ગંભીર, ગામમાં શોકનો માહોલ

વિજાપુરના લાડોલ-શોભાસણ હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પહાડી પોલ ગામના બે ખેડૂતોના મોત થયા છે અને એક ગંભીર રીતે ઈજાઓનો ભોગ બન્યો છે. તમાકુના સેમ્પલ બતાવવા જઈ રહેલા ખેડૂતોને પૂરપાટ ઝડપે આવતી ટ્રકે ટક્કર મારી હતી. લાડોલ પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.
mehsana ના લાડોલ પાસે ટ્રકની ટક્કરે બે ખેડૂતના કરૂણ મોત  એક ગંભીર  ગામમાં શોકનો માહોલ
Advertisement
  • Mehsana ના લાડોલ પાસે ટ્રકની ટક્કરે બે ખેડૂતના મોત
  • લાડોલના શોભાસણથી ટેચાવા હાઇવ પરનો બનાવ
  • પહાડી પોલ ગામના બે ખેડૂતોના કરુણ મોત, એક ગંભીર

Mehsana Accident: મહેસાણા જીલ્લાના વિજાપુર (Vijapur) તાલુકામાં આવેલા લાડોલ (Ladol) પાસે ટ્રકની ટક્કરે બે ખેડૂતના કરુણ મોત થઈ ગયા છે. શોભાસણથી ટેચાવા હાઇવ પર પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. જેમાં નીચે પટકાયેલા બાઈક પર સવાર બે ખેડૂત (Farmers) નીચે પટકાયા હતા. જ્યારે એક ગંભીર ઈજાઓનો ભોગ બન્યો હતો. તેને સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્રણ ખેડૂતો બાઈક પર તમાકુના સેમ્પલ બતાવવા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે. ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો છે. હાલ આ મામલે લાડોલ પોલીસે ફરિયાદ નોંધી ટ્રક ચાલકને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×