Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mahesana: ધાબા પરથી નોટોનો વરસાદ! કડીમાં લગ્ન પ્રસંગે પૈસા લૂંટવા લોકો જીવના જોખમે પતરા પર ચડ્યા

Mahesana: ઉત્તર ગુજરાતમાં લગ્ન પ્રસંગોમાં પૈસા ઉડાડવાનો ક્રેઝ હવે મર્યાદાઓ વટાવી રહ્યો છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અગોલ ગામે એક લગ્ન વરઘોડામાં જે રીતે નોટોનો વરસાદ થયો, તેના દ્રશ્યો જોઈને સોશિયલ મીડિયાથી લઈને સ્થાનિકોમાં ચર્ચા જાગી છે. હમીદભાઈ બાબુમિયા જાદવના પુત્રના લગ્નમાં જાણે લક્ષ્મીનો પૂર આવ્યો હોય તેમ ચલણી નોટો હવામાં ઉડાડવામાં આવી હતી.
mahesana  ધાબા પરથી નોટોનો વરસાદ  કડીમાં લગ્ન પ્રસંગે પૈસા લૂંટવા લોકો જીવના જોખમે પતરા પર ચડ્યા
Advertisement
  • Mahesana:  કડીના અગોલ ગામે લગ્નમાં નોટોનો વરસાદ
  • લગ્નના વરઘોડામાં થયો નોટોનો વરસાદ
  • હમીદભાઈ જાદવના દીકરાના લગ્નમાં ઉડી નોટો
  • ધાબા અને ગાડીઓ પરથી નોટો લૂંટાવવામાં આવી
  • પૈસા લૂંટવા માટે લોકોની મોટી ભીડ ઉમટી
  • પતરા ઉપર ચડીને લોકોએ ચલણી નોટો લૂંટી
  • નાણું ઉડાડવાની પદ્ધતિ સામે અનેક સવાલો

Mahesana: ઉત્તર ગુજરાતમાં લગ્ન પ્રસંગોમાં પૈસા ઉડાડવાનો ક્રેઝ હવે મર્યાદાઓ વટાવી રહ્યો છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અગોલ ગામે એક લગ્ન વરઘોડામાં જે રીતે નોટોનો વરસાદ થયો, તેના દ્રશ્યો જોઈને સોશિયલ મીડિયાથી લઈને સ્થાનિકોમાં ચર્ચા જાગી છે. હમીદભાઈ બાબુમિયા જાદવના પુત્રના લગ્નમાં જાણે લક્ષ્મીનો પૂર આવ્યો હોય તેમ ચલણી નોટો હવામાં ઉડાડવામાં આવી હતી.

ધાબા અને ગાડીઓ પરથી ઉડી નોટો

અગોલ ગામે આયોજિત આ ભવ્ય વરઘોડામાં પૈસા ઉડાડવાની પદ્ધતિ અનોખી અને ચોંકાવનારી હતી. પરિવારના સભ્યો અને અન્ય લોકો ઘરના ધાબા, પતરાં અને ગાડીઓની છત પર ચડી ગયા હતા અને ત્યાંથી સતત ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. 10, 20, 50 કે 100 જ નહીં, પણ મોટી રકમની નોટો પણ હવામાં ઉડાડવામાં આવતા આખું ગામ વરઘોડામાં ઉમટી પડ્યું હતું.

Advertisement

નોટો લૂંટવા માટે જીવના જોખમે પડાપડી

આ નોટોનો વરસાદ થતાં જ રસ્તા પર લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકો પૈસા લૂંટવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. કેટલાક લોકો તો પૈસા પકડવા માટે ઘરના પતરાં પર ચડી ગયા હતા, જેના કારણે અકસ્માતનો ભય પણ સર્જાયો હતો. આ દ્રશ્યો જોઈને એવું લાગતું હતું કે જાણે લોકોમાં પૈસા લૂંટવાની સ્પર્ધા જામી હોય.

Advertisement

ચલણી નાણાના અપમાન સામે સવાલો

આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ભારતીય ચલણનું આ રીતે જાહેર રસ્તાઓ પર ઉડાડવું એ નાણાનું અપમાન છે તેમ બુદ્ધિજીવીઓ માની રહ્યા છે. અનેક લોકો સવાલ કરી રહ્યા છે કે:

શું આ પ્રકારે નાણું ઉડાડવું કાયદેસર છે?

સંપત્તિનું આવું વરવું પ્રદર્શન કેટલું યોગ્ય?

ભીડમાં કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો તેની જવાબદારી કોની?

લગ્નની ખુશીમાં આ રીતે રુપિયાનો ધુમાડો કરવાની પદ્ધતિ સામે હવે વહીવટી તંત્ર અને સમાજના આગેવાનોએ વિચારવાની જરૂર ઊભી થઈ છે. એક તરફ સામાન્ય માણસ મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ આવા પ્રદર્શનો સામાજિક અસમાનતાનું ઉદાહરણ પૂરું પાડે છે.

આ પણ વાંચો: Surat: લક્ષ્મી ડાયમંડ પર મોડી રાતથી ફરી આઈટી ત્રાટકી, વસંત ગજેરા પણ દોડી આવ્યા

Tags :
Advertisement

.

×