Mehsana માં દિવાળી પર મિલકત ખરીદીમાં તેજી, 10 દિવસમાં 922 Document નું Registration
દિવાળી પર્વ પર મહેસાણામાં જમીન-મકાનોના સોદાઓમાં મોટો ઉછાળો નોંધાયો છે. ખાસ કરીને પાંચોટ, નુગર, નાગલપુર અને લાખવડ જેવા વિસ્તારોમાં લોકોએ પોતાના સ્વપ્નનું ઘર અને જમીન ખરીદવામાં વિશેષ રસ દાખવ્યો છે. વાત કરીએ તો માત્ર,10 દિવસના ટૂંકા ગાળામાં 922 દસ્તાવેજો નોંધાતા સરકારને સ્ટેમ્પ ડ્યુટીના 5.05 કરોડ અને નોંધણી ફીના 87.76 લાખ મળી કુલ 5.93 કરોડ રૂપિયાની જંગી આવક પ્રાપ્ત થઈ છે.
Advertisement
Mehsana Property Document Registration : દિવાળીના શુભ તહેવારો દરમિયાન નવી મિલકતની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. આ પરંપરાના પગલે મહેસાણા પંથકમાં મિલકત ખરીદી અને દસ્તાવેજ નોંધણીમાં અભૂતપૂર્વ ઉછાળો થયો છે. દિવાળીના તહેવારો પૂર્વેના માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં જ મહેસાણા સબરજિસ્ટ્રાર કચેરીમાં કુલ 922 દસ્તાવેજોની નોંધણી થઈ છે. પોતાના સ્વપ્નનું ઘર કે જમીન પોતાના નામે કરાવવા માટે મિલકત ધારકો કચેરી પહોંચ્યા હતા. કચેરી પરિસરમાં સવારથી સાંજ સુધી અરજદારો અને વકીલોની ભારે ચહલપહલ જોવા મળી હતી.

