Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana News : વિજાપુર પંથકમાં નબીરાએ બાઈક અને એક્ટિવા ચાલકને અડફેટે લીધા, 2ના મોત

Vijapur accident : મહેસાણાના વિજાપુર પંથકમાં વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. વિજાપુરના મોતીપુરા ગામ પાસે રાજસ્થાન તરફથી આવતી કારે બાઈક અને એક્ટિવા ચાલકને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જાયાના થોડીક ક્ષણોમાં બાઈક અને એક્ટિવા સવારનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર બાદ બાઈક અને એક્ટિવા ફંગોળાઈને સીધા ખેતરમાં પડ્યાં હતા.
mehsana news   વિજાપુર પંથકમાં નબીરાએ બાઈક અને એક્ટિવા ચાલકને અડફેટે લીધા  2ના મોત
Advertisement
  • Mehsana News : મોતીપુરા ગામ નજીક બાઈક અને એક્ટિવાને કારની ટક્કર
  • અકસ્માત એટલો ભયાનક કે વાહનો ખેતરમાં ઘૂસી ગયા
  • કારમાં સવાર 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
  • રાજસ્થાનથી આવી રહેલી કારનો અકસ્માત
  • સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ

Mehsana News : મહેસાણાના વિજાપુર પંથકમાં વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. વિજાપુરના મોતીપુરા ગામ પાસે રાજસ્થાન તરફથી આવતી કારે બાઈક અને એક્ટિવા ચાલકને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જાયાના થોડીક ક્ષણોમાં બાઈક અને એક્ટિવા સવારનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર બાદ બાઈક અને એક્ટિવા ફંગોળાઈને સીધા ખેતરમાં પડ્યાં હતા.

Mehsana News : અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત

મળતી માહિતી મુજબ, રાજસ્થાન તરફથી પુરઝડપે આવી રહેલી કારના ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા અને ઘટના સ્થળે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 8 વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે વિજાપુર સિવિલ હોસ્પિટલ (Vijapur Civil Hospital) ખાતે ખસેડવામાં આવ્યા છે.

Advertisement

Mehsana-Rajasthan-News-vijapur-motipura-accident-news

Advertisement

પોલીસે તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કારની ઝડપ અને બેદરકારી અકસ્માતનું કારણ હોવાનું અનુમાન છે. આ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ પણ વાંચો : Kutch News : ભચાઉમાં 3.0 ની તીવ્રતાનો ભૂકંપ, સ્થાનિકોમાં ભયનો માહોલ

Tags :
Advertisement

.

×