Ramosana Patidar Girl Death: શંકાસ્પદ જેસંગ ઠાકોર સામે હત્યાનો ગુનો દાખલ, પોલીસે કરી અટકાયત
Mehsana Murder Case: મહેસાણા (Mehsana) નજીક આવેલા રામોસણા (Ramosana) ની પાટીદાર યુવતીના શંકાસ્પદ મોતના મામલામાં એક નવો વળાંક આવ્યો છે. આ ચકચારી કેસમાં સંગીતા પટેલ (Sangita Patel) નામની યુવતીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. શરૂઆતમાં આ ઘટના સામાન્ય મોતમાં ખપાવવાનો પ્રયાસ થતો હોવાના આક્ષેપો સાથે ભારે વિવાદ સર્જાયો હતો. મૃતક યુવતીના પરિવારજનો અને પાટીદાર (Patidar) અગ્રણીઓ દ્વારા આ ઘટનાને હત્યા ગણાવીને ન્યાયની માંગ સાથે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. પાટીદાર સમાજના વ્યાપક વિરોધ અને દબાણ બાદ આખરે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા તાલુકા પોલીસે શંકાસ્પદની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી
આ ચકચારી કેસમાં પરિવારોના આક્ષેપોને આધારે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન (Mehsana Taluka Police Station) માં વિધિવત રીતે હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં મુખ્ય શંકાસ્પદ આરોપી તરીકે જેસંગ ઠાકોર (Jesang Thakor) નામના શખ્સ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનો નોંધાતાની સાથે જ એક્શનમાં આવેલી મહેસાણા તાલુકા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કથિત હત્યારા જેસંગ ઠાકોરની અટકાયત કરી લીધી છે. હાલ પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ આરોપીની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે, જેમાં યુવતીના મોતના સાચા કારણો અને સમગ્ર ઘટના પાછળના રહસ્ય પરથી પડદો ઊંચકાશે તેવી શક્યતા છે.


