Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana : ટ્રેનના કોચમાં મળશે સ્વાદિષ્ટ ભોજન! Restaurant On Wheel બનશે ફૂડ લવર્સ માટે હોટસ્પોટ

Mehsana : રેલવે તંત્ર અમદાવાદ બાદ હવે મહેસાણામાં રેસ્ટોરન્ટ ઓન વ્હીલ શરૂ કરવા જઇ રહ્યું છે. રેલવે સ્ટેશનમાં ગોપીનાળા નજીક રેલવે પ્રવેશદ્વાર પાસે કોચ રેસ્ટોરન્ટ બનાવવાની કામગીરી 60 ટકા પૂરી થઈ છે અને દોઢ-બે મહિનામાં રેસ્ટોરન્ટ શરૂ થવાની સંભાવના છે. મહેસાણાના શહેરીજનોને હવે નવી જગ્યાએ જમવું હશે તો ટૂંક સમયમાં ટ્રેનના કોચમાં બેસીને જમી શકશે. હાલ કામગીરી ચાલી રહી છે અને કામગીરી પૂર્ણ થશે એટલે રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવશે.
mehsana   ટ્રેનના કોચમાં મળશે સ્વાદિષ્ટ ભોજન  restaurant on wheel બનશે ફૂડ લવર્સ માટે હોટસ્પોટ
Advertisement
  • Mehsana માં રેલવે વિભાગ બનાવી રહ્યું છે કોચ રેસ્ટોરન્ટ
  • ટ્રેનના કોચમાં મળશે સ્વાદિષ્ટ ભોજન
  • મહેસાણામાં જમવા માટે નવી આકર્ષણ જગ્યા તૈયાર
  • 70 ટનનો રેલવે કોચ બનશે રેસ્ટોરન્ટ
  • કોચમાં ગુજરાતીથી ચાઈનીઝ સુધીની વાનગીઓ મળશે

Mehsana : રેસ્ટોરન્ટ ઓન વિલ માટે 70 ટન વજન ધરાવતો જૂનો કોચ (coach) અહીં લવાયો છે. જેને આધુનિક સુવિધાઓ સાથે રેસ્ટોરન્ટમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યો છે. 75 ફૂટ લાંબા, 12 ફૂટ પહોળા અને 13 ફૂટ ઊંચા કોચમાં એકસાથે 65 લોકો ભોજન (food) લઈ શકશે. આ એસી રેસ્ટોરન્ટ (restaurant) 24 કલાક ખુલ્લું રહેશે. જ્યાં ગુજરાતી, પંજાબી, ચાઈનીઝ વાનગી મળશે. કોચની અંદર એક બાજુ રસોડું અને બીજી બાજુ શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા પણ હશે. રેસ્ટોરન્ટની આગળ ગાર્ડન બનાવાશે, જ્યાં ખુલ્લી હવામાં બેસીને ભોજન માણી શકાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. સાથે જ બહાર મોટી સ્ક્રીન મૂકવામાં આવશે, જેથી લોકો ભોજન સાથે મનોરંજનનો પણ આનંદ લઈ શકે. આ કોચમાં મહેસાણાની સંસ્કૃતિ અને પ્રખ્યાત સ્થળોની ઝાંખી દર્શાવવામાં આવશે.

Mehsana માં રેસ્ટોરન્ટ ઓન વ્હીલ શરૂ થશે

મહત્વની વાત તો એ છે કે, આ રેસ્ટોરન્ટની અંદર 24 કલાક અને 7 દિવસ (24/7) આ રેલ કોચ રેસ્ટોરન્ટ ખુલ્લું રહેશે. મહેસાણાવાસીઓને રાત્રિ દરમિયાન ભોજન જમવું હશે તો હવે મળી રહેશે. સાથે સાથે કોચમાં 7 કિઓસ્ક બનાવ્યા છે. એ કિઓસ્કની અંદર જુદી જુદી પ્રકારની ખાવા-જમવાની વાનગીઓ બનાવાશે જે ફાસ્ટફૂડને લગતી હશે. આ કોચની આશરે 50થી 55 બેઠકવાળું એક AC રેલ કોચ રેસ્ટોરન્ટ બનશે અને મહેસાણાવાસીઓ જ્યારે અંદર જમવા બેસશે ત્યારે એમને એવું ફીલિંગ થશે કે અમે ઓરિજિનલ રેલના કોચની અંદર બેસીને જમી રહ્યા છીએ.

Advertisement

railway gujarat first

Advertisement

અમદાવાદના આંબલી રોડ પર પણ બની છે કોચ રેસ્ટોરન્ટ

અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે પશ્ચિમ રેલવે દ્વારા એક આકર્ષક ભેટ આપવામાં આવી રહી છે. અમદાવાદના આંબલી રોડ રેલવે સ્ટેશન પર શહેરનું પ્રથમ રેલ કોચ રેસ્ટોરન્ટ તૈયાર થવા જઈ રહ્યું છે. આ અનોખી પહેલ હેઠળ જૂના રેલવે કોચને આધુનિક રેસ્ટોરન્ટમાં પરિવર્તિત કરવામાં આવશે. જ્યાં નાગરિકો મુસાફરી કર્યા વિના જ ટ્રેનમાં બેસીને ભોજન લેવાનો અનુભવ માણી શકશે. આ રેસ્ટોરન્ટમાં ઇનડોર અને આઉટડોર ડાઇનિંગની ઉત્તમ વ્યવસ્થા હશે. 24 કલાક કાર્યરત રહેનારી આ ફૂડ સર્વિસમાં મુસાફરો ઉપરાંત સ્થાનિક લોકો પણ લાભ લઈ શકશે.

આ પણ વાંચો : Railway અખાત્રીજના દિવસે પાલિતાણાથી-બાન્દ્રા વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન, બુકિંગ થઈ ગયું છે શરૂ

Tags :
Advertisement

.

×