Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana: રણેલાના યુવકના આપઘાત કેસમાં 3 વ્યાજખોરના જામીન નામંજૂર, જાણો સમગ્ર મામલો

મહેસાણાના રણેલામાં 30 વર્ષીય સંદીપ પટેલે વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસીને આત્મહત્યા કરી હતી. આ કેસમાં કડી DYSPએ સમયસર ચાર્જશીટ રજૂ કરી કોર્ટમાં મજબૂત દલીલો કરી હતી, જેના આધારે સેશન્સ કોર્ટે આરોપી યુવરાજસિંહ સોલંકી, રાઘુભા અને પ્રકાશસિંહની જામીન અરજી ફગાવી દીધી છે. વ્યાજખોરો સામેની આ કાર્યવાહીથી પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
mehsana  રણેલાના યુવકના આપઘાત કેસમાં 3 વ્યાજખોરના જામીન નામંજૂર  જાણો સમગ્ર મામલો
Advertisement
  • Mehsana માં ત્રણ વ્યાજખોર શખ્સોના જામીન કોર્ટે નકાર્યા
  • યુવકને આપઘાત માટે મજબૂર કરવાનો હતો ગુનો
  • મોઢેરા પોલીસ મથકે નોંધાયેલા કેસમાં મોટી કાર્યવાહી

Mehsana: મહેસાણા જિલ્લાના રણેલા ગામના એક આશાસ્પદ યુવકે વ્યાજખોરોના અસહ્ય ત્રાસ (Harassment) અને ધમકીઓથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હતું. આ કેસમાં મોઢેરા પોલીસ સ્ટેશનમાં 2025 માં આત્મહત્યાના દુષ્પ્રેરણ (Abetment to suicide) અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય ત્રણ આરોપીઓએ જેલમાંથી બહાર આવવા માટે સેશન્સ કોર્ટમાં જામીન અરજી (Bail application) કરી હતી. જોકે કેસની ગંભીરતા અને પુરાવાઓને ધ્યાને રાખીને મહેસાણા સેશન્સ કોર્ટે આ 'આફ્ટર ચાર્જશીટ' જામીન અરજીને નામંજૂર કરી છે.

વ્યાજની ઉઘરાણી કરી આપી હતી જાનથી મારી ધમકી

રણેલા (Ranela) ના 30 વર્ષીય સંદીપ પટેલે (Sandeep Patel) વ્યાજખોરો પાસેથી નાણાં લીધા હતા, જેના બદલામાં આરોપીઓ યુવરાજસિંહ સોલંકી, રાઘુભા ઉર્ફે શક્તિ અને પ્રકાશસિંહ સોલંકી દ્વારા ઊંચા વ્યાજની માંગણી કરવામાં આવતી હતી. વ્યાજખોરો માત્ર નાણાંની ઉઘરાણી સુધી મર્યાદિત ન રહેતા સંદીપને અવારનવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. આ સતત ચાલતા માનસિક ત્રાસ અને સામાજિક પ્રતિષ્ઠા ખરડાવાના ભયને કારણે યુવક અત્યંત મજબૂર (Compelled) થઈ ગયો હતો અને અંતે તેણે મોતને વહાલું કર્યું હતું. આ કેસ સમાજમાં વ્યાજખોરીના વધતા દૂષણ સામે લાલબત્તી સમાન છે.

Advertisement

પોલીસની ધારદાર તપાસ અને કોર્ટમાં રજૂઆત

આ સમગ્ર મામલાની તપાસ કડી DYSP હાર્દિક પ્રજાપતિ દ્વારા અત્યંત ચોકસાઈપૂર્વક ચલાવવામાં આવી રહી છે. પોલીસ વિભાગે આ કેસમાં સમયસર ચાર્જશીટ (Charge sheet) દાખલ કરીને તમામ ટેકનિકલ અને મૌખિક પુરાવાઓ એકત્ર કર્યા હતા. કોર્ટની કાર્યવાહી દરમિયાન DYSP દ્વારા કરવામાં આવેલી ધારદાર રજૂઆત અને મજબૂત પુરાવાઓને કારણે આરોપીઓને જામીન ન મળ્યા. કોર્ટે અવલોકન કર્યું કે વ્યાજખોરી જેવા ગુના સમાજ માટે ઘાતક છે અને આવા કિસ્સામાં આરોપીઓને મુક્ત કરવાથી તપાસ પર અસર પડી શકે છે. હાલમાં આ ચુકાદાથી (Verdict) પીડિત પરિવારને ન્યાયની આશા જાગી છે.

Advertisement

આ પણ વાંચોઃ Baskantha: પાલનપુરમાં પતિએ પત્નીને પતાવી, તો હડાદમાં કાકાએ ભત્રીજાનો ખેલ ખતમ કર્યો!

Tags :
Advertisement

.

×