Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mehsana: સીણજ ગામના ખેડૂતે 8 હજાર કેસર કેરીના આંબા વાવ્યા, ઓર્ગેનિક ખેતીથી કરી રહ્યા છે લાખોની કમાણી

મહેસાણાના સીણજ ગામમાં પટેલ બંધુઓએ 300 વીઘા બંજર જમીનમાં ઓર્ગેનિક ખેતી કરી સફળતા મેળવી છે. 8000 કેસર કેરીના આંબા અને અન્ય ફળોના છોડ વાવી, તેઓ વર્ષે 50 થી 60 લાખની આવક મેળવે છે. આધુનિક ડ્રિપ ઈરીગેશન અને કુદરતી ખાતરના ઉપયોગથી તેમણે પ્રતિકૂળ વાતાવરણમાં પણ ખેતીને નફાકારક બનાવીને રાજ્યના અન્ય ખેડૂતો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
mehsana  સીણજ ગામના ખેડૂતે 8 હજાર કેસર કેરીના આંબા વાવ્યા  ઓર્ગેનિક ખેતીથી કરી રહ્યા છે લાખોની કમાણી
Advertisement

Mehsana Organic Farming: ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના બહુચરાજી પાસે આવેલ સીણજ ગામમાં એક એવું અદ્ભુત નઝારો જોવા મળી રહ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. એક સમયે ગાંડા બાવળોથી ભરેલી અને બંજર ગણાતી જમીનને પોતાના અથાક પરિશ્રમથી હરિયાળીમાં ફેરવનારા અનિલભાઈ અને ગીરીશભાઈ પટેલ બંધુઓએ અન્ય ખેડૂતો માટે એક આદર્શ દાખલો બેસાડ્યો છે. કાળઝાળ ગરમી અને ઓછા વરસાદ જેવા પ્રતિકૂળ સંજોગો વચ્ચે તેમણે ઓર્ગેનિક ખેતી (Organic Farming) દ્વારા સફળતાના નવા સોપાન સર કર્યા છે.

Tags :
Advertisement

.

×