Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

'બેવફા સોન્ગની ક્વીન' Kajal Mehriya નો લગ્ન વિવાદ સામે આવ્યો! પરિવારની જાણ બહાર લગ્ન કર્યા?

ગુજરાતી સિંગર કાજલ મહેરિયાએ પરિવારની સહમતિ વગર લગ્ન કર્યા હોવાના આક્ષેપ સાથે સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો છે. મહેસાણાના ગોઢવા ગામના તેમના પરિવારે સમાજ પાસે સમર્થન માંગ્યું છે અને સામાજિક મર્યાદા ભંગનો આક્ષેપ કર્યો છે. હાલમાં સિંગર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ સમાજમાં આ મુદ્દે ભારે ચર્ચા જાગી છે.
 બેવફા સોન્ગની ક્વીન  kajal mehriya નો લગ્ન વિવાદ સામે આવ્યો  પરિવારની જાણ બહાર લગ્ન કર્યા
Advertisement
  • હવે સિંગર  Kajal Mehriya પ્રેમલગ્નને લઈ વિવાદમાં
  • ગુજરાતી સિંગર કાજલ મહેરિયાએ પરિવારની જાણ બહાર કર્યા લગ્ન
  • વિવાદના પોસ્ટર સોશિયલ મીડિયામાં થઇ વાયરલ

Kajal Mehriya Marriage Controversy: ગુજરાતના લોકસંગીત અને આલ્બમ સોંગ્સની દુનિયાનું જાણીતું નામ એટલે કાજલ મહેરિયા. કિંજલ રબારી (Kinjal Rabari) અને કિંજલ દવે (Kinjal Dave) બાદ હવે કાજલ મહેરિયા પણ પોતાના અંગત જીવનને લઈ ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વિગતો અનુસાર સિંગરે પરિવાર કે સમાજની જાણ બહાર પ્રેમલગ્ન (Love Marriage) કરી લીધા હોવાના આક્ષેપો સાથે વિવાદ છેડાયો છે. આ ઘટનાને પગલે મહેરિયા પરિવાર અને મહેરિયા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

kajal maheriya_GujaratFirst 22

Advertisement

સોશિયલ મીડિયા પોસ્ટથી ખુલાસો

વાયરલ થયેલી પોસ્ટ અને આક્ષેપો મુજબ મહેસાણા જિલ્લાના ગોઢવા ગામના રહેવાસી અને કાજલ મહેરિયાના ભાઈ સંદિપભાઈ એન. મહેરિયા દ્વારા એક જાહેર અપીલ કરવામાં આવી છે. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કાજલ મહેરિયાએ કરેલા લગ્નથી તેમનો પરિવાર અને સમાજ સંપૂર્ણપણે અજાણ (Unaware) છે. પરિવારની સહમતિ વિના લેવાયેલા આ નિર્ણયને કારણે સામાજિક સ્તરે વિરોધના સૂર ઉઠ્યા છે. મહેરિયા પરિવાર દ્વારા 18 આલમ અને મહેરિયા સમાજને એકઠા થઈને પરિવારને સમર્થન (Support) આપવા વિનંતી કરવામાં આવી છે.

Advertisement

kajal maheriyaGujaratFirst

Kajal Mehriya છે લોકપ્રિય સિંગર

કાજલ મહેરિયા ગુજરાતની એક અત્યંત લોકપ્રિય સિંગર (Popular Singer) છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તેમનો વિશાળ ચાહક વર્ગ છે. મહેસાણા જિલ્લાના વતની કાજલ મહેરિયાએ ખૂબ જ ટૂંકા ગાળામાં ગુજરાતી સંગીત જગતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેઓ ખાસ કરીને તેમના સુરીલા અવાજ અને ગરબા, લોકગીતો તેમજ બેવફા ગીતો (દર્દભર્યા ગીતો) માટે જાણીતા છે. તેમના ગીતો સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર મિલિયનોમાં વ્યૂઝ મેળવે છે. પરિવારનો દાવો છે કે આટલી મોટી સેલિબ્રિટી હોવા છતાં તેમણે સામાજિક મર્યાદાઓને બાજુ પર મૂકીને આ પગલું ભર્યું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સોશિયલ મીડિયા પર ચાહકો અને સ્થાનિક લોકોમાં વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આ પણ વાંચોઃ વડોદરામાં 'Mask Man' નો ખોફ! કોણ છે આ રહસ્યમય શખ્સ?

Tags :
Advertisement

.

×