BJP ઉમેદવાર Naresh Patel ના કાફલા પર પથ્થરમારો, એક કાર્યકર લોહીલુહાણ, શું ટિકિટનો વિવાદ છે?
- Mehsana: જિ.પં.ના ભાજપ ઉમેદવાર Naresh Patel ના કાફલા પર હુમલો
- મગુના-રામનગર વચ્ચે ભાજપના ઉમેદવારના કાફલા પર હુમલો
- નરેશ પટેલના કાર કાફલા પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો
Mehsana: મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે રાજકીય હિંસાની (Political violence) ઘટના સામે આવતા સનસનાટી મચી ગઈ છે. મહેસાણા જિલ્લા પંચાયત બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નરેશ પટેલ (Naresh Patel) ગત મોડી રાત્રે (19 એપ્રિલ) પોતાના સમર્થકો સાથે ચૂંટણી પ્રચાર (Election campaigning) પતાવીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મગુના અને રામનગર (Ramnagar) ગામ વચ્ચેના નિર્જન માર્ગ પર પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે અજાણ્યા શખ્સોએ તેમના કાફલા પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ અંધારાનો લાભ લઈ રસ્તાની બાજુમાંથી અચાનક પથ્થરમારો (Stone pelting) શરૂ કરી દેતા કાફલામાં અફરાતફરી મચી ગઈ હતી.
Mehsana: એક કાર્યકર લોહીલુહાણ
આ પથ્થરમારામાં ભાજપના ઉમેદવારના કાફલામાં સામેલ બે લક્ઝુરિયસ કારને નિશાન બનાવવામાં આવી હતી. પથ્થરો એટલો ખતરનાક હતો કે વાહનોના વિન્ડશિલ્ડ અને સાઇડના કાચ તૂટીને ભૂકો થઈ ગયા હતા. આ હુમલામાં (Attack) વાહનોમાં સવાર લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. કારમાં સવાર ભાજપના સક્રિય કાર્યકર પંકજ પટેલ (Pankaj Patel) ને કાચ વાગવાથી અને પથ્થર વાગવાથી શરીરે ગંભીર ઈજાઓ (Injuries) પહોંચી હતી. ઈજાગ્રસ્ત કાર્યકરને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મહેસાણા જિ.પં.ના ભાજપ ઉમેદવારના કાફલા પર હુમલો
મગુના-રામનગર વચ્ચે ભાજપના ઉમેદવારના કાફલા પર હુમલો
નરેશ પટેલના કાર કાફલા પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો
મોડી રાત્રે અંધારાનો લાભ લઈ હુમલાખોરોએ પથ્થરમારો કર્યો
હુમલામાં બે લક્ઝુરિયસ કારના કાચ તૂટ્યા, વાહનોને ભારે નુકસાન
કારમાં… pic.twitter.com/hnfKsnNVwx— Gujarat First (@GujaratFirst) April 20, 2026
ટિકિટ ફાળવણીના આંતરિક વિખવાદની આશંકા
આ ઘટના પાછળ રાજકીય કારણો હોવાની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. ચર્ચાઓ થઈ રહી છે કે જ્યારે પક્ષ દ્વારા નરેશ પટેલના નામની ઉમેદવાર (Candidate) તરીકે જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે સ્થાનિક સ્તરે કાર્યકરો અને અન્ય દાવેદારોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. ટિકિટ ફાળવણી (Ticket distribution) સમયે પણ નરેશ પટેલનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યા હતા. આ જૂની અદાવત અથવા ટિકિટ ન મળવાનો રોષ આ હુમલા પાછળ કારણભૂત હોઈ શકે છે તેવી ચર્ચાઓએ મહેસાણાના રાજકારણમાં જોર પકડ્યું છે. જો કે બીજી તરફ ઉમેદવાર નરેશ પટેલે જણાવ્યું કે પક્ષના કાર્યકર્તાઓમાં હવે કોઈ આંતરિક વિરોધ નથી.
પોલીસ છાવણીમાં ફેરવાયું વાતાવરણ
ઘટનાની જાણ થતા જ સાંથલ પોલીસ સ્ટેશનનો (Santhal Police Station) કાફલો ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી હુમલાખોરોનું પગેરું મેળવવા તપાસ તેજ કરી છે. પોલીસે ગુનો નોંધીને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી છે. ચૂંટણીના માહોલમાં કાયદો અને વ્યવસ્થાની (Law and order) સ્થિતિ જળવાઈ રહે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Banaskantha: પાલનપુરમાં લાગી એકાએક ભીષણ આગ, 3 વાહનો ભસ્મીભૂત


